મહિલાએ બિલ્લીની પૉટીવાળું બૉક્સ ભરીને ચોરને પકડી પાડ્યો

17 December, 2020 09:18 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

મહિલાએ બિલ્લીની પૉટીવાળું બૉક્સ ભરીને ચોરને પકડી પાડ્યો

કૅનેડાના હેમિલ્ટનની રહેવાસી મહિલા લૉરી પ્રિન્ગલની એક સમસ્યા હતી. કુરિયર કે ઑનલાઇન ઑર્ડરની ડિલિવરીના પાર્સલ તેમના દરવાજાની બહાર મુકાયાં હોય એ ચોરાઈ જતાં હતાં. એ કામ રીઢા ચોરનું જ હોય એ માની લેવું ઉચિત નથી. કોઈ પાડોશી પણ ચોરીછૂપીથી  પાર્સલ ઉઠાવી લેતા હોય એવું બની શકે. એ બહેને ચોરને પાઠ ભણાવવા અને સમસ્યાથી મુક્તિ મેળવવા માટે એક યુક્તિ કરી. તેમણે ઑનલાઇન ઑર્ડર્સની ડિલિવરીમાં વપરાતા બૉક્સ જેવું જ બૉક્સ બનાવ્યું અને એમાં કંઈક એવું ભર્યું કે ચોર જિંદગીભર અજાણ્યા  બૉક્સને અડવાનું ભૂલી જાય. લૉરી મૅડમે એ બૉક્સમાં બિલાડીની પૉટી ભરીને મૂકી હતી. ચાલીસેક મિનિટમાં ચોરે બૉક્સ ઉપાડ્યું. ત્યાર પછી તેની શી હાલત થઈ હશે એની કલ્પના કરી શકાય છે. પરંતુ લૉરીબહેન તો ચોરના હાલહવાલ જોવા ઉત્સુક હતાં. તેમણે ચોર એ બૉક્સ ઉપાડીને લઈ જાય એ ઘટના રિન્ગ કૅમેરામાં રેકૉર્ડ થાય એવી પણ ગોઠવણ કરી હતી. 

offbeat news international news canada