હિમાચલ પ્રદેશના કુલુમાં દીપડો માનવીઓ સાથે રમી રહ્યો છે

16 January, 2021 09:23 AM IST  |  Kullu | Gujarati Mid-day Correspondent

હિમાચલ પ્રદેશના કુલુમાં દીપડો માનવીઓ સાથે રમી રહ્યો છે

માનવીઓ સાથે રમી રહ્યો છે દીપડો

દીપડો આમ તો હિંસક પ્રાણી મનાય છે, પરંતુ તેની સાથે પણ કોઈ રમી શકે એ માનવું જરા અશક્ય લાગે છે, પરંતુ હિમાચલ પ્રદેશના કુલુની તીર્થન વૅલીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરાયો છે, જેમાં ટૂરિસ્ટોએ દીપડાને પોતાની તરફ આવતો જોઈને કાર રોકી, પરંતુ અચાનક જ તેમની નજરે પડ્યું કે તે કોઈ વ્યક્તિ સાથે રમી રહ્યો છે. હિમાચલની ટોપી પહેરેલો આ માનવી તેને પાળવા માગતો હોય એમ લાગી રહ્યું હતું.
દીપડા અને હિમાચલ પ્રદેશના આ માણસ વચ્ચેની રમત જોઈને અન્ય ટૂરિસ્ટો પણ કારમાંથી ઊતરીને સાવચેતીપૂર્વક દીપડાના ફોટો અને વિડિયો લેવા માંડે છે. ટ્વિટર અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ વિડિયો ખૂબ પ્રશંસા પામી રહ્યો છે.
માઇક્રો બ્લૉગિંગ સાઇટ પર આવો જ અન્ય એક વિડિયો વાઇરલ થયેલો જોવા મળે છે, જે આઇએએસ અધિકારી સંજીવ ગુપ્તાએ અપલોડ કર્યો છે. આ વિડિયોમાં એક દીપડો ભૂખનો માર્યો એક વ્યક્તિ પાસેથી માંસનો ટુકડો લેવાના પ્રયાસ કરતો હોય છે અને તે વ્યક્તિ તેને ટુકડો આપવાને બદલે તેની સાથે રમત કરી રહેલો જોવા મળે છે. તેમની આસપાસ ઊભા રહીને લોકો તેમના ફોટો અને વિડિયો લઈ રહ્યા છે.

offbeat news himachal pradesh