ઓવરહેડ વાયર પર સરકી રહેલો સાપ નીચે પડતાં લોકો ગભરાયા

19 October, 2021 10:05 AM IST  |  Philippines | Gujarati Mid-day Correspondent

આ ઘટના ૧૨ ઑક્ટોબરે મંગળવારે બની હતી

ઓવરહેડ વાયર પર સરકી રહેલો સાપ

તાજેતરમાં ફિલિપીન્સના બોહોલ પ્રાંતમાં આવેલા તગબિલારન શહેરના એક વ્યસ્ત માર્ગ પર રાતે ભારે શોરબકોર હતો, કારણ કે એક ઓવરહેડ વાયર પર લાંબો સાપ સરકી રહ્યો હતો. લોકો આ દૃશ્યનો ફોટો અને વિડીયો લઈ રહ્યા હતા તો કેટલાક ડરના માર્યા ચીસાચીસ કરતા હતા. એટલામાં અચાનક સાપ ઉપરથી નીચે પડે છે. લોકો નીચે પાર્ક કરેલાં વાહનોની આસપાસ સાપને શોધે છે. આ ઘટના ૧૨ ઑક્ટોબરે મંગળવારે બની હતી. વિડિયોમાં જોવા મળે છે કે લોકો તરત એ સાપને પકડી લે છે અને ત્યાર બાદ એને સલામત રીતે જંગલમાં છોડી મૂકે છે.

કેટલાક લોકો સાપ આ રીતે વાયર પર કઈ રીતે ચાલી શકે એ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરે છે, તો અન્ય લોકો કહે છે કે સાપને આ રીતે ઝાડની ડાળીઓ પર સરકવાનો અનુભવ હોય જ છે. અન્ય એક યુઝર બૂમ પાડી રહેલા લોકોને સલાહ આપતાં કહે છે કે શું કામ બૂમ પાડો છો, સાપને કાન નથી હોતા. તો એક યુઝર કહે છે સાપ બચી ગયો, કારણ કે લોકો એને ખાઈ ન ગયા.

offbeat news international news philippines