ફ્લાઇંગ કાર

07 September, 2021 10:29 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સની કાર ઉત્પાદક કંપનીએ બનાવેલી ફ્લાઇંગ કારને ગઈ કાલે જર્મનીમાં મ્યુનિક ખાતેના ઇન્ટરનૅશનલ મોટર શોમાં રાખવામાં આવી હતી

તસવીર : એ.એફ.પી.

નેધરલૅન્ડ્સની પીએએલ-વી નામની કાર ઉત્પાદક કંપનીએ બનાવેલી ફ્લાઇંગ કારને ગઈ કાલે જર્મનીમાં મ્યુનિક ખાતેના ઇન્ટરનૅશનલ મોટર શોમાં રાખવામાં આવી હતી. આ કાર ચાલુ થયા પછી ત્રણ જ મિનિટમાં ફ્લાઇંગ મોડમાં આવી શકે છે અને ફુલ ટૅન્ક સાથે ૫૦૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે. એક અહેવાલ મુજબ કંપનીએ આ ફ્લાઇંગ કારના ઉત્પાદન માટે ગુજરાતમાં જે કરાર કર્યો હતો એ મુજબ પ્રથમ ‘લિબર્ટી’ ફ્લાઇંગ કાર ગુજરાતમાં બની છે અને એ યુરોપના માર્ગો પર કાયદેસર રીતે ચલાવી શકાય છે. આ કાર અંદાજે ૨.૫૨ કરોડ રૂપિયાની છે. 

offbeat news international news netherlands germany