અન્ડરગાર્મેન્ટ પહેરો, પાકિસ્તાન ઍરલાઇન્સે એના કૅબિન ક્રૂને આપ્યો વિચિત્ર આદેશ

04 October, 2022 11:14 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

કૅબિન-ક્રૂએ અયોગ્ય પોશાક પહેર્યો હોય તો એનાથી ઍરલાઇન્સની છબિ ખરડાય છે એમ જણાવતાં પીઆઇએએ ભારપૂર્વક અન્ડરગાર્મેન્ટ પહેરવાનું આવશ્યક ગણાવ્યું હતું.

અન્ડરગાર્મેન્ટ પહેરો, પાકિસ્તાન ઍરલાઇન્સે એના કૅબિન ક્રૂને આપ્યો વિચિત્ર આદેશ

પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ (પીઆઇએ)એ એના કૅબિન-ક્રૂને આપેલા એક અસામાન્ય આદેશમાં ‘યોગ્ય રીતે પોશાક પહેરવા’ અને ‘અન્ડરગાર્મેન્ટ્સ પહેરવાં’ માટેની સૂચના આપી હતી. અયોગ્ય પોશાકને કારણે સંસ્થાની છબિ ખરડાય છે એવું કારણ આગળ ધરતાં પીઆઇએના જનરલ મૅનેજર આમિર બશીરે આ મેમોમાં અધિકારી વર્ગને કૅબિન-ક્રૂ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.

પ્રત્યેક ઍરલાઇન્સના પોતાના અમુક નિયમો હોય છે, જેનું એના કર્મચારીઓએ પાલન કરવાનું હોય છે, પરંતુ પીઆઇએએ એના કર્મચારીઓને સ્પષ્ટપણે એક જ નિયમનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે અને એ છે ‘અન્ડરગાર્મેન્ટ્સ પહેરો.’

કૅબિન-ક્રૂએ અયોગ્ય પોશાક પહેર્યો હોય તો એનાથી ઍરલાઇન્સની છબિ ખરડાય છે એમ જણાવતાં પીઆઇએએ ભારપૂર્વક અન્ડરગાર્મેન્ટ પહેરવાનું આવશ્યક ગણાવ્યું હતું.

પીઆઇએના જનરલ મૅનેજર આમિર બશીરે ઇન્ટર્નલ મેમોમાં કહ્યું હતું કે ‘કેટલાક કૅબિન-ક્રૂ ઇન્ટરસિટીમાં મુસાફરી કરતી વખતે, હોટેલમાં રોકાતી વખતે કે વિવિધ ઑફિસની મુલાકાત લેતી વખતે અચાનક જ અન્ડરગાર્મેન્ટ્સ પહેરવાનું ટાળતા હોય છે. આમ કરવાથી જોનારના મનમાં તે વ્યક્તિ અને સંસ્થાની છ​બિ બગડે છે. પુરુષો-સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવતાં કપડાં આપણા દેશની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય નૈતિકતાનું પાલન કરનારાં હોવાં જોઈએ’ એવી સલાહ બશીરે આપી હતી.

જોકે આ પ્રકારની વિચિત્ર ઍડ્વાઇઝરી કોઈ ચોક્કસ ઘટનાને પગલે જારી કરવામાં આવી છે કે કોઈકે આ મામલે ફરિયાદ કરી છે એની હજી ખબર પડી નથી.

offbeat news pakistan international news