કાકાએ ગુસ્સામાં રસ્તો રોકતી નિસરણી હલાવતાં રંગારો ૩૦ ફુટ ઊંચેથી પડ્યો

06 January, 2020 05:27 PM IST  |  Mumbai Desk

કાકાએ ગુસ્સામાં રસ્તો રોકતી નિસરણી હલાવતાં રંગારો ૩૦ ફુટ ઊંચેથી પડ્યો

દક્ષિણ અમેરિકાના પેરુની રાજધાની લિમાના એક ડેકોરેટર પેઇન્ટર ત્રણ માળના મકાનમાં ૩૦ ફુટની ઊંચાઈએ રંગકામ કરતો હતો. રંગકામ માટે તેણે નિસરણી એક ઘરના દરવાજા સાથે બાંધી હતી, પરંતુ એ જગ્યાએથી પસાર થતા એક પેન્શનર વડીલ માટે એ નિસરણી અવરોધરૂપ બની હતી. થોડી વાર ઊભા રહ્યા બાદ એ પેન્શનર ચિડાઈ ગયા અને આગળ વધવાની જગ્યા કરવા માટે નિસરણીને હલબલાવી નાખતાં ૪૬ વર્ષનો રંગારો ફર્નાન્ડિઝ સાંચેઝ ૩૦ ફુટની ઊંચાઈ પરથી નીચે પડ્યો હતો. આટલું થયા પછી પણ વડીલનો ગુસ્સો શાંત નહોતો થતો. સીસીટીવી કૅમેરાના ફુટેજમાં જોવા મળ્યું હતું કે એક કારનો ટેકો લઈને મદદ કરવા માટે એક રાહદારી પહોંચ્યો અને તેણે પેલા પેન્શનર સામે જોયું ત્યારે તેણે ફરીથી મુક્કો ઉગામતાં જાણે કહ્યું કે રંગારો એ જ લાગનો હતો.

south america offbeat news