૫૦૦ રૂપિયામાં બકરા સાથે ઝૂમ સેશન કરાવીને માલિકે કરી ૫૦ લાખની કમાણી

03 February, 2021 08:33 AM IST  |  Britai | Gujarati Mid-day Correspondent

૫૦૦ રૂપિયામાં બકરા સાથે ઝૂમ સેશન કરાવીને માલિકે કરી ૫૦ લાખની કમાણી

બકરા સાથે ઝૂમ સેશન કરતો માલિક

બ્રિટનના લેન્કેશરમાં ઘેટાં-બકરાં ઉછેરતા અને વેચતા ક્રૉન્કશો ફોલ્ડ ફાર્મના માલિકોએ ઝૂમ કૉલ્સ દ્વારા બકરાં બતાવીને ૫૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫૦ લાખ રૂપિયા)ની કમાણી કરી હતી. આ સિલસિલો મજાકરૂપે શરૂ થયો હતો. એક ગ્રાહકને પાંચ પાઉન્ડ (૫૦૦ રૂપિયા)માં ૭માંથી ૧ બકરા સાથે ઝૂમ-સેશન કરવાની ઑફર કરવામાં આવી અને ગ્રાહકે એ ઑફર સ્વીકારી. વળી ઝૂમ-સેશનના અંતે સોદો પાર પડ્યો. ઝૂમ-સેશન દ્વારા બકરા-બકરીઓ સાથે પાંચ મિનિટ સંવાદનો એ આઇડિયા હિટ ગયો. ફર્મની માલિક ડૉટ મૅક્‍કાર્થીએ જણાવ્યું કે ‘કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી અમે ચિંતામાં હતાં. માર્ચ મહિનાથી ફર્મમાં પશુઓ ખરીદવા માટે જોવા આવનારાઓનાં બુકિંગ્સ કૅન્સલ કરવામાં આવતાં હતાં. ધંધો ચાલતો નહોતો. એવામાં મજાકરૂપે ઝૂમ કૉલ્સ દ્વારા બકરા સાથે ચૅટ કરાવવાની શરૂઆત કરી અને એ ધંધો ચાલી રહ્યો છે.’

offbeat news international news great britai