ઓપન ઍર થિયેટર ખૂલ્યું છે ઇન્ડોનેશિયામાં, જેમાં છે આ ખાસ વાત

02 December, 2020 08:48 AM IST  |  Jakarta | Gujarati Mid-day Correspondent

ઓપન ઍર થિયેટર ખૂલ્યું છે ઇન્ડોનેશિયામાં, જેમાં છે આ ખાસ વાત

ઓપન ઍર થિયેટર

ભારતમાં ૧૯૫૦ પૂર્વેના સમયમાં કેટલાંક ગામડાંઓમાં અને દૂરસુદૂરના અંતરિયાળ ભાગોમાં તંબુમાં ફિલ્મો બતાવાતી હોવાનું સાંભળ્યું હતું. ૨૦મી સદી પૂરી થતાં સુધીમાં તો કદાચ આફ્રિકાના સૌથી પછાત પ્રદેશોમાં પણ સિનેમા થિયેટરો બંધાઈ ગયાં હતાં, પરંતુ રોગચાળાએ આપણને જેમ અનેક બાબતોમાં પાછા વળીને જોવાની ફરજ પાડી છે એમ આ બાબતમાં પણ ભૂતકાળમાં ડોકિયું કરાવતા અનુભવો કરાવ્યા છે. 

ઇન્ડોનેશિયામાં ફિઝિકલ ડિસ્ટન્સિંગની પૂરી કાળજી રાખીને ફિલ્મો જોઈ શકાય એ માટે બાંડુગ શહેર પાસે તંબુમાં ફિલ્મો બતાવાય છે. લગભગ છથી સાત ફુટના અંતરે ૨૮ તંબુ બાંધવામાં આવ્યા છે. તંબુની બહાર ઓપન ઍરમાં જાયન્ટ સ્ક્રીન પર ફિલ્મનું પ્રસારણ થાય છે. દરેક તંબુમાં ત્રણ જણ બેસીને ફિલ્મ જોઈ શકે છે. દરેક દર્શકને એક ટેબલ ફાળવવામાં આવ્યું છે. એ ટેબલ પર નાસ્તો અને પીણું પણ પીરસવામાં આવે છે. એક ફિલ્મ માટે એક તંબુનું ભાડું ભારતીય ચલણમાં લગભગ ૧૨૦૦ રૂપિયા જેટલું લેવામાં આવે છે. 

international news offbeat news indonesia