રૅરેસ્ટ ઑફ રૅર : આઇડેન્ટિકલ ટ્‍વિન્સના બે સેટને જન્મ આપશે આ અમેરિકન મહિલા

20 June, 2022 08:12 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લગભગ ૭ કરોડ મહિલાઓમાં એક મહિલા આ રીતે જોડિયાં સંતાનોના બે સેટને જન્મ આપે છે

ઍશ્લી નેસ

ઍશ્લી નેસ નામની અમેરિકન મહિલા ગર્ભાવસ્થામાં એક દુર્લભ અને અનોખો અનુભવ કરવા જઈ રહી છે. તે આઇડેન્ટિકલ ટ્‍વિન્સના બે સેટને મતલબ કે બે જોડિયા પુત્રો અને બે જોડિયા પુત્રીને જન્મ આપવાની છે. લગભગ ૭ કરોડ મહિલાઓમાં એક મહિલા આ રીતે જોડિયાં સંતાનોના બે સેટને જન્મ આપે છે. તેના ગર્ભમાં ચાર સંતાન હોવાની જાણ તેને વૅલેન્ટાઇન્સ ડે પહેલાં તે ગર્ભવતી હતી ત્યારે થઈ હતી, પરંતુ હાલમાં કરાવેલા અલ્ટ્રાસાઉન્ડમાં તેને આ અનોખા સમાચાર મળ્યા હતા.

ઍશ્લી અને તેનો પતિ પહેલાંથી જ ચાર બાળકોને ઉછેરી રહ્યાં છે, પણ જેઓ ઍશ્લીને ઓળખે છે તેમનું કહેવું છે કે તે ખૂબ સરળતાથી ચાર બાળકોનો ઉછેર કરી શકે એમ છે. તેના પ્રથમ બાળકના જન્મ પહેલાં ગર્ભવતી થવા તેણે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે આ વખતની ગર્ભાવસ્થામાં ફર્ટિલિટી સારવારનો કોઈ ફાળો નથી.

offbeat news international news