Corona Effect: ક્રિકેટર અને ઑલિમ્પિક ચેમ્પિયન ફૂડ ડિલિવરી કરે છે

17 November, 2020 07:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Corona Effect: ક્રિકેટર અને ઑલિમ્પિક ચેમ્પિયન ફૂડ ડિલિવરી કરે છે

તસવીર સૌજન્યઃ રૂબેન લિમાર્ડો, પૉલ વાન મેકરનનું ટ્વીટર અકાઉન્ટ

કોરોનાના કહેરને લીધે દરેક દેશની અર્થવ્યવસ્થા ખોરવાતા નાગરિકોનું જીવનધોરણ પણ નીચું ગયું છે. લોકોની રોજગારી છીનવાઈ છે અને જેની નોકરી સલામત છે તેનો પગાર કાપ થઈ રહ્યો છે, તેમ જ બિઝનેસ પણ મંદીમાં છે જેથી લોકોએ નાછૂટકે જે કામ મળે તે કરવુ પડે છે. આમાં સ્પોર્ટ્સ ક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી.

ઈએસપીએનક્રિકઈન્ફોએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘આજની તારીખે જ ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ યોજાવાની તારીખ નક્કી થઈ હતી’. આ મેસેજ સાથે સેડનું ઈમોજી મૂકવામાં આવ્યુ હતું. જોકે આ ટ્વીટમાં નેધરલૅન્ડના ક્રિકેટર પૉલ વાન મેકરને રિટ્વીટ કરતા લખ્યું કે, આજે ક્રિકેટ રમી શક્યા હોત. જોકે હુ આ ઠંડીના મહિનાઓમાં ઉબેર ઈટ્સમાં ડિલિવરી કરી રહ્યો છું. આ ફેરફાર કેવા ફની કહેવાય ને.

જો ક્રિકેટ મેચ યોજાશે જ નહી તો ક્રિકેટરની નાણાકીય પરિસ્થિતિ ઉપર પ્રતિકૂળ અસર પડશે જ. પૉલ વાન મેકરે પોતાના દેશથી પાંચ વન-ડે, 41 ટી-20 મેચ રમી છે. જોકે મહામારીને લીધે તે ફૂડની ડિલિવરી કરી રહ્યા છે.

વેનેઝ્યુએલાના તલવારબાજ રૂબેન લિમાર્ડોની પણ હાલત આવી જ છે. અમરઉજાલામાં આવેલા અહેવાલ પ્રમાણે, પોતાના દેશમાંથી તલવારબાજીમાં ઓલંપિકમાં ગૉલ્ડ મેડલ જીતનાર પણ આજે ઉબેર ઈટ્સમાં ફૂડ ડિલવરી કરી રહ્યા છે. લિમાર્ડોએ કહ્યું કે, કોરોનામાં ઓલંપિક એક વર્ષ લંબાતા સ્પોન્સર્સ પણ મળી રહ્યા નથી. વેનેઝ્યુએલામાં પણ કોઈ સ્પર્ધા થઈ રહી નથી. અમે બધા સાંજે કામ કર્યા બાદ પ્રેક્ટિસ કરીએ છીએ.

લિમાર્ડો વેનેઝ્યુએલા માટે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ નાગરિક છે.  

offbeat news sports coronavirus covid19