૨.૬ કરોડમાં વેચાયો જૂનો સિક્કો

01 December, 2021 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લિન્કોલિન સિક્કાઓ માટે અનેક લોકોએ હરાજીમાં ભાગ લીધો હતો અને આખરે એ ૨૪૯૯ ડૉલરમાં એટલે કે અંદાજે ૧.૮૭ લાખ રૂપિયામાં વેચાયા હતા. 

૨.૬ કરોડમાં વેચાયો જૂનો સિક્કો

તમારા ઘરમાં પડ્યા રહેલા જૂના સિક્કા અથવા તો જૂની નોટના કેટલા રૂપિયા મળી શકે? ન્યુ ઇંગ્લૅન્ડની ટંકશાળમાં બનેલા એક સિક્કાની તાજેતરમાં થયેલી હરાજીમાં ૩,૫૦,૦૦૦ ડૉલર એટલે કે અંદાજે ૨.૬ કરોડ રૂપિયા મળ્યા હતા. એ સિક્કો એક કૅન્ડી ટિનમાં મળ્યો હતો. આ સિક્કો બૉસ્ટનમાં ૧૬૫૨માં બનાવાયો હતો. માત્ર કેટલાક ડઝન સિક્કાઓ જ હાલમાં છે. અમેરિકાની એક અજાણી વ્યક્તિએ એ ખરીદ્યો હોવાનું લંડનમાં આવેલી મૉર્ટન ઍન્ડ ઈડન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવા સિક્કા એની મૂળ ​કિંમત કરતાં અનેકગણા ભાવમાં વેચાય છે, એથી તમારા ઘરમાં પડી રહેલા આવા સિક્કા, જૂની નોટોને સાચવી રાખજો. લિન્કોલિન સિક્કાઓ માટે અનેક લોકોએ હરાજીમાં ભાગ લીધો હતો અને આખરે એ ૨૪૯૯ ડૉલરમાં એટલે કે અંદાજે ૧.૮૭ લાખ રૂપિયામાં વેચાયા હતા. 
આ સિક્કા ખરીદવા માટે ઈબે પર ૯૫ જેટલી બિડ આવી હતી.

offbeat news