અનોખા ઉપવાસઃ આ ભાઈ માત્ર બિયર પીને જીવશે !

13 March, 2019 08:47 AM IST  |  ઓહાયો

અનોખા ઉપવાસઃ આ ભાઈ માત્ર બિયર પીને જીવશે !

માત્ર બિયર પીને જીવશે આ ભાઈ

 આપણે ત્યાં લોકો અમુક ચીજો નહીં ખાવાની બાધા લે છે અથવા તો એક જ વાર ખાવાનું વ્રત લે છે. આવું જ કંઈક કરવાનું મન થયું છે અમેરિકાના ઓહાયોમાં રહેતા ડેલ હૉલ નામના ભાઈને. જૂના સાધુબાવાઓ પાસેથી શીખ લઈને તેણે અનોખું વ્રત રાખ્યું છે. વ્રત દરમ્યાન તે બિયર સિવાયનું કશું જ ખાશે કે પીશે નહીં. ડેલભાઈનું કહેવું છે કે ૧૬૦૦ની સાલમાં થઈ ગયેલા કેટલાક સાધુઓ માત્ર બિયર પીવાનું વ્રત લેતા હતા એમાંથી પ્રેરણા લઈને તેણે આવું નક્કી કર્યું છે. ડેલ પોતે એક બ્રુઅરીમાં કામ કરે છે. બોક બિયર તરીકે જાણીતું એક પીણું છે જે લિક્વિડ બ્રેડની ગરજ સારે એવું છે.

આ પણ વાંચોઃ ફ્લાઈટમાં પહોંચતાં બે મિનિટનું મોડું થવાથી આ ભાઈને મળ્યું નવજીવન

ડેલનું કહેવું છે કે સાધુઓ માત્ર આ જ બિયર પીતા હતા, પણ તે પોતે ૪૬ દિવસ સુધી બોક બિઅર સહિત દરેક પ્રકારનો બિઅર પીશે. ઑન્લી બિઅર ડાયટની આ ચૅલૅન્જનું તેઓ યુટ્યુબ ચૅનલ પર પણ પ્રસારણ કરે છે અને તેમનું કહેવું છે કે આ ડાયટથી તેમનું વેઇટ-લૉસ થવા પણ લાગ્યું છે.

offbeat news hatke news