વર્ક ફ્રોમ ઍનીવેરની સુવિધા માટે જપાનમાં તૈયાર થઈ છે ફોન-બૂથ જેવી ઑફિસ

14 February, 2021 09:23 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

વર્ક ફ્રોમ ઍનીવેરની સુવિધા માટે જપાનમાં તૈયાર થઈ છે ફોન-બૂથ જેવી ઑફિસ

ટેલિક્યુબ્સ કે મોબાઇલ ઑફિસો ફોન-બૂથ જેવાં હોય છે. આવાં ટેલિક્યુબ્સની ડિમાન્ડ જપાનમાં વધી રહી છે. ખાસ કરીને કોરોના રોગચાળામાં વર્ક ફ્રૉમ હોમની જરૂરિયાત ઊભી થતાં આ સ્થિતિ સર્જાઈ હતી. જોકે જપાનવાસીઓ માટે તો કામ કરવાની અનુકૂળતા અને ટેક્નૉલૉજીના ઉપયોગ માટે અન્ય કારણો પણ હોઈ શકે છે. મિત્સુબિશી એસ્ટેટ્સે ૨૦૧૯માં ટેલિક્યુબ્સ લૉન્ચ કરી હતી. એ વખતે જપાનનાં પ્રસાર માધ્યમોમાં એની ઘણી ચર્ચા કરવામાં આવી હતી. લોકો ઘર કે ઑફિસથી દૂર હોય કે બિઝનેસ-ટ્રિપ પર હોય ત્યારે ટ્રેન સ્ટેશન્સ કે ઍરપોર્ટ્સના પરિસરમાં કામ કરી શકે એ માટે એ ટચૂકડી ઑફિસો મિત્સુબિશી કંપનીએ લૉન્ચ કરી હતી. જોકે ઘરની બહાર બગીચામાં કે બીચ પર પણ કામ કરી શકાય એવી સગવડ માટે ટેલિક્યુબ્સ લૉન્ચ કરવામાં આવી છે. ૨૦૧૮માં મિત્સુબિશી કંપનીએ ટ્રાયલ બેઝ પર ટેલિક્યુબ્સ ભાડે આપવાની શરૂઆત કરી હતી.

offbeat news international news japa