જે ઑફિસમાં સફાઇ કર્મચારી તરીકે કર્યું કામ, બની ગઈ ત્યાંની બૉસ

04 October, 2020 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જે ઑફિસમાં સફાઇ કર્મચારી તરીકે કર્યું કામ, બની ગઈ ત્યાંની બૉસ

જે ઑફિસમાં સફાઇ કર્મચારી તરીકે કર્યું કામ, બની ગઈ ત્યાંની બૉસ

રશિયાની એક ચૂંટણીની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. આનું કારણ છે કે એક મહિલા કેન્ડિડેટ. હકીકતે, આ મહિલા જે ઑફિસમાં છેલ્લા પાંચ વર્ષથી સફાઇ કર્મચારી તરીકે કામ કરતી હતી, હવે તે એજ ઑફિસમાં બૉસ તરીકે કામ કરશે. મહિલાનું નામ છે. મરિના ઉદોદસ્કાયા, જેણે જણાવ્યું કે નસીબ ક્યારે પણ બદલાઇ શકે છે.

આ કારણસર મહિલાને ઉતારી ચૂંટણીમાં
રિપોર્ટ પ્રમાણે, રશિયામાં સ્થાનિક ચૂંટણીમાં થયેલા પાસાપલટને કારણે આ શક્ય થયું. હકીકતે, આ ચૂંટણીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાર્ટીની કેન્ડિડેટ નિકોલાઇ વિરુદ્ધ કોઇપણ ઉમેદવાર નહોતો. તેથી ચૂટંણીની પ્રક્રિયામાં પારદર્શિતા બતાવવા માટે નિકોલાઇએ પોતાની ઑફિસમાં કામ કરનારી 35 વર્ષીય મરિનાને જ પોતાની વિરુદ્ધ ચૂંટણીમાં ઉભી રાખી.

હવે સંભાળશે પોવાલિકાની જવાબદારી
પણ નિકોલાઇને આ વાતનો જરાપણ અંદાજ નહોતો કે જેને તેણે પોતાની વિરુદ્ધ ચૂંટણીમાં ઉભી રાખી છે તે તેને પણ હરાવી શકે છે. હવે આ અનોખી જીત સાથે મકરિના 1555 કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા પોવાલિકાની જવાબદારી સંભાળશે અને ઑફિસની બૉસ હશે જ્યાં તે સફાઇ કર્મચારી તરીકે નોકરી કરતી હતી.

પ્રચાર કર્યા વગર જ જીતી ગઈ ચૂંટણી
જણાવવાનું કે, મરિનાએ 62 ટકા મત મેળવીને નિકોલાઇને પરાજિત કર્યો. રસપ્રદ વાત તો એ છે કે મરિનાએ સહેજ પણ ચૂંટણી માટે પ્રચાર કર્યો નહોતો. મરિના હવે આ પદની જવાબદારી સમજતા કામની યોજનાઓ પણ કરી રહી છે. ચોક્કસ આ ચૂંટણી પોતાનામાં જ એક ઐતિહાસિક ચૂંટણી રહી, જેના પરિણામ ઇતિહાસમાં નોંધાયા.

international news offbeat news russia