જપાનમાં મિત્રોને વર્ચ્યુઅલ ડ્રિન્કિંગ સેશન ઑફર કરતી વેબસાઇટ સુપરહિટ

15 May, 2020 09:14 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

જપાનમાં મિત્રોને વર્ચ્યુઅલ ડ્રિન્કિંગ સેશન ઑફર કરતી વેબસાઇટ સુપરહિટ

વર્ચ્યુઅલ ડ્રિંકિંગ

દારૂના શોખીન મિ‌ત્રોને ઘરમાં એકલા-એકલા પીવામાં મજા નથી આવતી. દોસ્તો સાથે વાતોનાં વડાં કરતાં-કરતાં પીધેલા દારૂનો પણ નશો અનોખો હોય છે. જપાનમાં શરાબના શોખીનો મિત્રવર્તુળોના સમૂહમાં ડ્રિન્કિંગ સેશન થાય એ નોમિકાઈ નામે ઓળખાય છે. જોકે સમૂહમાં સુરાપાનની એ પ્રવૃત્તિ કોરોના લૉકડાઉનમાં બંધ હોવાથી દરેક મિત્ર ઘરમાં બેઠાં શરાબ પીએ અને વિડિયો-ચૅટ કરતા રહે એ માટે ટેક્નૉમ નામે ડિજિટલ માધ્યમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ટેક્નૉમને બે મહિનામાં ૨૪ લાખ યુઝર્સ પ્રાપ્ત થયા છે. જેમ નોમિકાઈનો અર્થ સમૂહમાં શરાબ પીવી એવો થાય છે એ રીતે ટેક્નૉમનો અર્થ ‘ઘરમાં બેઠાં પીઓ’ એવો થાય છે. અન્ય ઑનલાઇન વિડિયો પ્લૅટફૉર્મ્સની માફક ટેક્નૉમમાં ડાઉન લોડ્સ કે રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. લગભગ ૧૨ જણ સુધીના વર્ચ્યુઅલ ગેધરિંગ્સ માટે મિત્રો એકબીજાને જોડવા URL લિન્ક મોકલી શકે છે. વર્ચ્યુઅલ મીટિંગ્સ માટે પણ ટેક્નૉમની લોકપ્રિયતા વધી રહી છે.

international news japan offbeat news