નૉન-વેજિટેરિયનને 3 મહિના શાકાહારી ભોજન અપનાવવા માટે ૫૦ લાખ રૂપિયાની ઑફર

14 January, 2021 10:24 AM IST  |  Mumbai | Mumbai correspondent

નૉન-વેજિટેરિયનને 3 મહિના શાકાહારી ભોજન અપનાવવા માટે ૫૦ લાખ રૂપિયાની ઑફર

નૉન-વેજિટેરિયનને 3 મહિના શાકાહારી ભોજન અપનાવવા માટે ૫૦ લાખ રૂપિયાની ઑફર

શાકાહારમાં વેજિટેરિયન કરતાં વધુ ચુસ્ત અને શુદ્ધ પ્રકાર વીગન તરીકે લોકપ્રિય છે. ભારત કરતાં વિદેશોમાં વધુ ફેલાયેલી વીગન લાઇફસ્ટાઇલમાં કોઈ પણ પ્રાણીજન્ય પદાર્થ ખાવાનો હોતો નથી. ઘણા ઈંડાંને વેજ કે નૉન-વેજ ગણવાનો વિવાદ કરે છે, પરંતુ વીગન લાઇફસ્ટાઇલમાં માદા પશુના આંચળમાંથી પ્રાપ્ત થતું દૂધ પણ વર્જ્ય ગણાય છે.
બ્રિટનની અત્યંત પ્રતિષ્ઠિત શાક-પાંદડાં અને ફળોના ખાદ્યપદાર્થો પૂરા પાડતી કંપની (પ્લાન્ટ બેઝ્ડ મીલ સબ્સ્ક્રિપ્શન સર્વિસ)એ અનોખી જાહેરાત કરી છે. એ કંપનીએ બ્રિટનના ‘ચુસ્ત માંસાહારી’ અથવા બિગેસ્ટ મીટ ઈટરને ત્રણ મહિના વીગન ફૂડ અપનાવવા બદલ ૫૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫૦ લાખ રૂપિયા) ઇનામ આપવાની જાહેરાત કરી છે. ‘વાઇબ્રન્ટ વીગન’ નામની કંપનીએ શાકાહારના પ્રચારની દિશામાં હિન્દુઓ, જૈનો, ભારતીયો કરતાં અગ્રેસરતા દાખવી છે. માંસાહારની વ્યાપકતા ધરાવતા ઠંડા પશ્ચિમી દેશોમાં આ કંપની ચર્ચા અને પ્રશંસાનો વિષય બની છે. કંપનીની ઑફર સ્વીકારનારે ત્રણ મહિના માંસ-મરઘાં તો ઠીક ઈંડાં, દૂધ કે દૂધની પેદાશો પણ નહીં ખાવાની બાંયધરી આપતા કૉન્ટ્રૅક્ટ પર સહી કરવાની રહેશે.

international news offbeat news national news