૧૨ કલાક સ્લિપર પહેરો અને મેળવો મહિને ચાર લાખ રૂપિયાનો પગાર

14 January, 2021 10:04 AM IST  |  Mumbai | Mumbai Correspondent

૧૨ કલાક સ્લિપર પહેરો અને મેળવો મહિને ચાર લાખ રૂપિયાનો પગાર

આ જૉબની ઍડ્વર્ટાઇઝમેન્ટ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર વાઇરલ અને લોકપ્રિય બની છે.

બ્રિટનમાં બેડરૂમ ઍથ્લેટિક્સ નામની કંપનીમાં સ્લિપર ટેસ્ટરની નોકરી ખાલી છે. ફક્ત દિવસના ૧૨ કલાક એ કંપનીનાં સ્લિપર્સ પહેરી રાખવા બદલ દર મહિને ચાર લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે. એક સ્ત્રી અને એક પુરુષ એમ બે વેકેન્સી છે. બેડરૂમ ઍથ્લેટિક્સ નામની કંપની આ નોકરીને સિન્ડ્રેલા ઑફ ધ જૉબ માર્કેટ ગણાવે છે. આ જૉબની ઍડ્વર્ટાઇઝમેન્ટ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર વાઇરલ અને લોકપ્રિય બની છે.

international news offbeat news great britain