દુનિયાનો સૌથી મોંઘો રિસૉર્ટ, 1 રાતનું ભાડું 70 લાખ રૂપિયા

05 May, 2019 10:12 AM IST  | 

દુનિયાનો સૌથી મોંઘો રિસૉર્ટ, 1 રાતનું ભાડું 70 લાખ રૂપિયા

સૌથી મોંંઘો રિસોર્ટ

ત્રણ દિવસ પહેલાં જ ફિલિપીન્સના બનાવા પ્રાઇવેટ આઇલૅન્ડ પર દુનિયાનો સૌથી મોંઘો રિસૉર્ટ ખુલ્લો મુકાયો છે. ૧૫ એકરમાં ફેલાયેલા આઇલૅન્ડ પર કુલ ૬ વિલા છે અને એ દરેકમાં આઠ વ્યક્તિ રહી શકે એવી સુવિધા છે. દરેક વિલામાં સ્વિમિંગ પૂલ, હૉટ ટબ, ફ્લોરથી લઈને છત સુધીની ઊંચી બારીઓ અને દરેક રૂમમાંથી દરિયાનો લુક મળે એવી ગોઠવણ છે. જોકે અહીં એક રાત રોકાવાનું ભાડું જબરદસ્ત તો‌તિંગ છે. એક લાખ ડૉલર એટલે કે ૭૦ લાખ રૂપિયા એક વિલાનું ભાડું છે અને અહીં તમારે ઓછામાં ઓછું ત્રણ રાત માટેનું બુકિંગ કરાવવું પડે એમ છે.

આ પણ વાંચો: પ્રોમ પાર્ટીમાં પાર્ટનર નહોતો એટલે ભાઈ હાફ ગર્લ અને હાફ બૉય બનીને ગયા

આ રિસૉર્ટના રેસ્ટોરાંમાં સ્થાનિક શાકભાજીઓ અને દરિયામાંથી પકડેલી માછલીઓનું ફૂડ સર્વ થાય છે. સ્પા અને ગેમ્સ કોઈ વધારાની કૉસ્ટ વિના એન્જૉય કરી શકો છો. પ્રાઇવેટ આઇલૅન્ડ પર તમે સ્કૂબા ડાઇવિંગ, સ્નૉર્કેલિંગ, જેટ-‌સ્કીઇંગ, કૅટામારન સેઇલિંગ, યોગા અને ટેનિસ જેવી ઍક્ટિવિટીઝ પણ કરી શકો છો.

offbeat news philippines