કંપનીના બૉસે હાર્ડવર્કિંગ કર્મચારીઓના ચરણ પખાળ્યા

09 November, 2019 09:01 AM IST  |  China

કંપનીના બૉસે હાર્ડવર્કિંગ કર્મચારીઓના ચરણ પખાળ્યા

બૉસ હોય તો આવા

ચીનમાં કર્મચારીઓ જો નિયત ટાર્ગેટ પૂરો ન કરે તો તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે એવા અનેક કિસ્સા અને વિડિયો ફુટેજ સોશ્યલ મીડિયામાં છાશવારે જોવા મળે છે. કોઈક કંપની કર્મચારીને જાહેરમાં ભાંખોડિયાં ભરાવે છે તો કોઈક જીવતા વાંદા ખવડાવે છે. જોકે એક કૉસ્મેટિક કંપનીના બે એક્ઝીક્યુટિવ્સે અવળું ઉદાહરણ બેસાડ્યું છે. તેમણે પોતાના સ્ટાફની વફાદારી અને હાર્ડવર્કનો આભાર માનવા માટે થઈને તેમને ખુરસીમાં લાઇનસર બેસાડ્યા અને વારાફરતી બધાંના ચરણ પાણીથી ધોયા હતા. જિનાન શહેરમાં આવેલી આ કૉસ્મેટિક કંપનીનું નામ જાહેર નથી થયું, પરંતુ તેમણે પોતાના કર્મચારીઓ માટે જે ગ્રેટફુલનેસ વ્યક્ત કરી હતી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર જાહેર થયો હતો. એ વિડિયોમાં બે મહિલા એક્ઝીક્યુટિવ્સ કર્મચારીઓના પગ પખાળી રહી છે. આ ઘટના બીજી નવેમ્બરે કંપનીના હેડક્વાર્ટરમાં બની હતી.

offbeat news hatke news china