ઝીબ્રા અને ડૉન્કીનું બચ્ચું એટલે કે ઝૉન્કી જન્મે તો કેવું હોય એ જોઈ લો

13 April, 2020 07:28 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

ઝીબ્રા અને ડૉન્કીનું બચ્ચું એટલે કે ઝૉન્કી જન્મે તો કેવું હોય એ જોઈ લો

ઝીબ્રા અને ડૉન્કીનું બચ્ચું એટલે ઝૉન્કી

ઝોન્કી શબ્દ કદાચ સાંભળવામાં નવો છે. આ એક નવા પ્રકારના પ્રાણીનું નામ છે જે ઝીબ્રા અને ડૉન્કીના સંકરણ દ્વારા પેદા થાય છે. તાજેતરમાં કેન્યાના શેલ્ડ્રિક વાઇલ્ડલાઇફ ટ્રસ્ટમાં આવા જ એક ઝોન્કીનો જન્મ થયો છે. આ ટ્રસ્ટે સોશ્યલ મીડિયા પર ઝેબ્રા અને ગધેડાના બચ્ચાનો એક ફોટો શૅર કર્યો છે. સાથે મૂકેલી કૅપ્શનમાં જણાવાયું છે કે ગયા વર્ષે મે મહિનામાં સાવો નામની માદા ઝેબ્રા નૅશનલ પાર્કમાંથી નીકળીને એક સ્થાનિક મહિલાના પાળેલાં જાનવરોના ટોળામાં સામેલ થઈ ગઈ હતી. ટ્રસ્ટને વાતની ખબર પડતાં તે ઝેબ્રાને ફરી પાર્કમાં લઈ આવ્યા હતા. જોકે એ પછી એનામાં ગર્ભાવસ્થાનાં લક્ષણો દેખાવા લાગ્યાં. ઝેબ્રાનો ગર્ભધારણ કાળ ૧૨ મહિનાનો હોય છે. તાજેતરમાં આ ઝેબ્રાએ એક બચ્ચાને જન્મ આપ્યો હતો જે અડધું ડૉન્કી જેવું અને અડધું ઝીબ્રા જેવું દેખાય છે. ટ્રસ્ટનું માનવું છે કે અજાણ્યા ડૉન્કી સાથેના ઝેબ્રાના એન્કાઉન્ટરને કારણે આ બચ્ચું જન્મ્યું છે.

kenya offbeat news hatke news