યુવાને ફોન રિપેર ન કરવા લાંચ ઑફર કરી

15 April, 2021 08:39 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

વિનંતી સાથે ૨૦૦ ડૉલર (આશરે ૧૫,૦૨૮ રૂપિયા) પણ મૂકવામાં આવ્યા હતા

યુવાને ઑફર કરેલી લાંચ

ટિકટૉક પર એક વિડિયો અપલોડ કરાયો છે, જેમાં એક તૂટેલો મોબાઇલ ફોન જોઈ શકાય છે. ફોનની સ્ક્રીન પર ઉપરથી નીચે તરફ રંગબેરંગી લાઇનો છે અને જમણી તરફની કૉર્નર પર ફોનની સ્ક્રીન તૂટેલી હાલતમાં જોઈ શકાય છે.

ફોનને જ્યારે ખોલવામાં આવ્યો ત્યારે એમાંથી એક હાથથી લખેલી ચિઠ્ઠી અને રોકડ રકમ મળી. ચિઠ્ઠીમાં ફોનને રિપેર ન કરવાની વિનંતી સાથે ૨૦૦ ડૉલર (આશરે ૧૫,૦૨૮ રૂપિયા) પણ મૂકવામાં આવ્યા હતા. ચિઠ્ઠીમાં ફોન જલદી રિપેર કરવાની વિનંતીના સ્થાને એમાં લખ્યું હતું કે ‘મહેરબાની કરીને મારો ફોન રિપેર ન કરશો, નહીં તો મારી પત્ની મને મારી નાખશે.’

આ ભાઈના ફોનમાં પત્નીને ક્રોધિત કરી મૂકે એવી પોતાની સીક્રેટ બાબતો જ હશે. આ ચિઠ્ઠી સાથે ૨૦૦ ડૉલરની લાંચની રકમ પણ બીડવામાં આવી હતી. નેટિઝન્સે પણ રિપેર શૉપના માલિકને પૈસા રાખી લઈને ફોન રિપેર કર્યા બાદ નોટ દેખાડીને તેની પત્ની પાસેથી વધુ રકમ વસૂલવાની સલાહ આપી છે તો કેટલાકે વળી પતિની દયા ખાઈ ફોન રિપેર કર્યા બાદ વણજોઈતી આઇટમ્સ ડિલીટ કરીને ફોન પરત કરવાની સલાહ આપી હતી.

offbeat news international news viral videos