આ છોકરાને ભીખ માગતી છોકરી સાથે થયો પ્રેમ અને તેમણે લગ્ન પણ કરી લીધા

25 May, 2020 10:56 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

આ છોકરાને ભીખ માગતી છોકરી સાથે થયો પ્રેમ અને તેમણે લગ્ન પણ કરી લીધા

પ્રતીકાત્મક તસવીર

હાલમાં અનેક યુગલોનાં લગ્ન પાછળ ઠેલાયાં છે, પરંતુ કાનપુરમાં રહેતાં અનિલ અને નીલમ લૉકડાઉનમાં સાત જન્મોનાં સાથી બની ગયાં છે. તેમની પ્રેમકહાણી પણ અનોખી છે.

અનોખા પ્રેમની આ દાસ્તાન કઈ રીતે એક અતૂટ સંબંધમાં ફેરવાઈ ગઈ એ પણ જાણવા જેવું છે. કાનપુરમાં થયેલાં આ લગ્નનો વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

ભાઈ-ભાભીના આશ્રયે રહેતી કાનપુરની નીલમનું દુનિયામાં કોઈ નહોતું. પરંતુ તેમણે પણ મારપીટ કરીને નીલમને ઘરની બહાર કાઢી મૂકતાં તે ભિખારીઓના ટોળામાં રહી ભીખ માગીને જીવન વિતાવી રહી હતી. એવામાં કોરોના વાઇરસને કારણે લૉકડાઉન જાહેર થતાં તેને ખાવાનાં પણ સાંસાં પડવા લાગ્યાં.

કાનપુરમાં રહેતા લાલતાપ્રસાદની નીલમ સાથે મુલાકાત થઈ. તેમણે પોતાના ડ્રાઇવર અનિલને નીલમ સહિત તમામ ગરીબોને રોજ ભોજન પહોંચાડવાની જવાબદારી સોંપી. આ ક્રમ લગભગ ૪૫ દિવસ ચાલ્યો એ દરમ્યાન અનિલ અને નીલમ વચ્ચે પ્રેમ પાંગર્યો. અનિલના પિતાને આ વાતની જાણ થતાં તેમણે નીલમની ઇચ્છા જાણવા માગી અને બન્નેની મંજૂરીને જોતાં બધાના સહયોગથી અનિલ અને નીલમ લગ્નના અતૂટ બંધનમાં બંધાઈ ગયાં.

national news kanpur offbeat news hatke news