બન્ને પગ ગુમાવનાર બંગાળની આ યોગ-ઇન્સ્ટ્રક્ટર લોકો માટે પ્રેરણારૂપ

26 February, 2021 09:38 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

બન્ને પગ ગુમાવનાર બંગાળની આ યોગ-ઇન્સ્ટ્રક્ટર લોકો માટે પ્રેરણારૂપ

અર્પિતા રૉય

બંગાળની ૩૩ વર્ષની યોગ-ઇન્સ્ટ્રક્ટર અર્પિતા રૉયની કહાની તેના લોખંડી મનોબળ, હિંમત, વિલ-પાવર અને લીધેલું કાર્ય પૂર્ણ કરવાના આત્મબળને કારણે સામાન્ય લોકોથી સહેજ જુદી પડે છે. શીર્ષાસન કરવું, શરીરને રબરની જેમ વાળવું અને જિમની સામાન્ય કસરતો પગ વિના પણ તે શ્રેષ્ઠ રીતે કરી શકે છે. ૨૦૦૬માં એક અકસ્માતમાં બન્ને પગ ગુમાવ્યા બાદ ફિનિક્સ પક્ષીની જેમ ફરી જિંદગીમાં આગળ વધીને સફળ યોગ-ઇન્સ્ટ્રક્ટર બનવું એ કાંઈ નાનીસૂની બાબત નથી. અકસ્માતના ૮ મહિના પછી તેને પ્લાસ્ટિકના કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યા હતા અને ૧૫ વર્ષ પછી તેના દૃઢ સંકલ્પને કારણે તે એક સફળ યોગગુરુ છે અને ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ ધરાવે છે, જેના પર તે પોતાના ટ્રેઇનિંગ-સેશનના ફોટો અને વિડિયો અપલોડ કરે છે. 

અકસ્માત બાદ લોકોના વર્તન અને મહેણાં-ટોણાથી દુભાઈને વજન વધવા લાગ્યા બાદ તેણે વજન ઘટાડવા કસરત કરવા માંડી અને ધીમે-ધીમે તે યોગ તરફ ઢળતી ગઈ. ૬ વર્ષ પહેલાં તેણે યોગના ક્લાસિસ લેવાની શરૂઆત કરીને વ્યાવસાયિક ઇન્સ્ટ્રક્ટર બની હતી.

offbeat news west bengal yoga national news