વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક પ્લેનનો પ્રથમ પ્રવાસ 28 મિનિટમાં પૂરો થયો

31 May, 2020 08:25 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક પ્લેનનો પ્રથમ પ્રવાસ 28 મિનિટમાં પૂરો થયો

ઇલેક્ટ્રિક પ્લેન

વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક વિમાનની ફર્સ્ટ ફ્લાઇટનો પ્રવાસ ૨૮ મિનિટમાં પૂરો થઈ ગયો હતો. સેસ્ના કારવાં 208B વિમાનની સુધારિત આવૃત્તિ ઈ-કારવાંનું પ્લેન અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના વિમાનમથકની મોઝેસ લેક રનવે પરથી રવાના થઈને ૨૮ મિનિટ હવામાં રહ્યું હતું. ઍરોસ્પેસ કંપની ઍરોટેક અને એન્જિન કંપની magniX ના સહયોગથી બનાવેલું એ વિમાન પર્યાવરણને સહેજ પણ હાનિ કરે એવી શક્યતા નથી. એ ઉપરાંત મોંઘા પેટ્રોલિયમ પદાર્થના બળતણની સરખામણીમાં એનો ખર્ચ પણ સાવ ઓછો થાય છે. magniX કંપનીએ સૌથી મોટા ઇલેક્ટ્રિક પ્લેનની ફર્સ્ટ ફ્લાઇટને ક્રાન્તિકારી ઘટના ગણાવી હતી.

washington offbeat news hatke news international news