વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ, જેમાં છે 30 ફુટ ઊંચો ચૉકલેટ ફાઉન્ટન

20 September, 2020 07:42 AM IST  |  Switzerland | Gujarati Mid-day Correspondent

વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ, જેમાં છે 30 ફુટ ઊંચો ચૉકલેટ ફાઉન્ટન

ચૉકલેટ મ્યુઝિયમ

ચૉકલેટપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. ગયા અઠવાડિયે સ્વિટ્ઝરલૅન્ડના ઝુરિચમાં વિશ્વનું સૌથી મોટું ચૉકલેટ મ્યુઝિયમ ખૂલ્યું છે. ચૉકલેટરસિયાઓ માટે આ પ્લેસ મસ્ટ વિઝિટ છે, કેમ કે અહીં તમે જ્યાં-જ્યાં નજર કરો ત્યાં ચૉકલેટ જ ચૉકલેટ છે. દીવાલો પર પણ ચૉકલેટની સજાવટ છે. ૬૫,૦૦૦ સ્ક્વેર ફુટમાં પથરાયેલા આ મ્યુઝિયમમાં ચૉકલેટનો ફુવારો પણ છે જે ૩૦ ફુટ ઊંચો છે. એમાં પાણીની જગ્યાએ લિક્વિડ ચૉકલેટ ઝરતી રહે છે અને એ મ્યુઝિયમનું સૌથી મોટું આકર્ષણ છે. એમાં સ્વિસ ચૉકલેટ્સની વિવિધ વરાઇટી વેચતો સ્ટોર પણ છે.

સ્વિટ્ઝરલૅન્ડની ખાસિયત સમાન ચૉકલેટ્સ બનાવતાં શીખવું હોય તો એ પણ અહીં શક્ય છે. અહીં, ચૉકલેટના ઇતિહાસ, એની સાથે સંકળાયેલી પ્રોડક્ટ્સ અને બનાવવાની રીતો વિશે પણ જાણકારી આપવામાં આવે છે.

switzerland offbeat news hatke news international news