સ્પૅસમાં હૉટેલ ને એમાં બાર-થિયેટર પણ

03 March, 2021 07:13 AM IST  | 

સ્પૅસમાં હૉટેલ ને એમાં બાર-થિયેટર પણ

સ્પૅસમાં હૉટેલ અને બાર

અવકાશમાં ‘વૉયેજર’ નામની હોટેલનું બાંધકામ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને ૨૦૨૭માં મહેમાનો માટે ખુલ્લી મૂકી શકાય એવો અંદાજ રાખવામાં આવે છે. ૪૦૦ જણને સમાવી શકે એવી એ હોટેલમાં હોટેલ-રૂમ્સ ઉપરાંત બાર, સિનેમા, રેસ્ટોરાં, લાઇબ્રેરી, કૉન્સર્ટ વેન્યુ, હેલ્થ સ્પા, જિમ્નૅશ્યમ અને પૃથ્વીને નીરખવા માટેના વિશિષ્ટ અર્થ વ્યુઇંગ લૉન્જ પણ રહેશે. ઑર્બિટલ ઍસેમ્બ્લી કૉર્પોરેશન, ૨૦૨૫માં એ હોટેલ બાંધ્યા બાદ એને અવકાશમાં લૉન્ચ કરશે.

૨૦૧૨માં ગેટવે ફાઉન્ડેશનની સ્થાપના વખતે ‘વૉયેજર સ્ટેશન’ની પરિકલ્પના પણ રજૂ કરવામાં આવી હતી. ગેટવે ફાઉન્ડેશને અવકાશમાં ફરતા ઑર્બિટિંગ સ્ટેશનની પરિકલ્પના-યોજના સાકાર કરવા માટે ૨૦૧૮માં ઑર્બિટલ ઍસેમ્બ્લી કૉર્પોરેશનની સ્થાપના કરવામાં આવી હતી. કૉર્પોરેશનની વેબસાઇટ પર જણાવવામાં આવ્યા પ્રમાણે રોટેટિંગ સ્પેસ સ્ટેશન પૃથ્વી ફરતે ભ્રમણની ગતિમાં વધારો અને ઘટાડો કરીને કૃત્રિમ ગુરુત્વાકર્ષણના પ્રમાણમાં પણ વધારો અને ઘટાડો કરી શકશે. આ અવકાશમાં ફરતી હોટેલ પૂર્ણ સ્વરૂપે ગુરુત્વાકર્ષણ વગરની નહીં હોય. આ યોજનાને સાકાર કરવા માટે ઓછા ગુરુત્વાકર્ષણ વિશે સંશોધન કરતી નૅશનલ સ્પેસ એજન્સીનો પણ સહયોગ લેવામાં આવશે. એ ઉપરાંત પૃથ્વીની ફરતે ભ્રમણ કરતી હોટેલ માટે ‘અવકાશ પર્યટકો’ને પણ આકર્ષવાના પ્રયત્ન શરૂ કરવામાં આવશે.

offbeat news hatke news international news