14,000 ફુટ ઊંચું મહિલાઓ દ્વારા ચાલતું દુનિયાનું પહેલું એસ્ટ્રો વિલેજ

27 August, 2019 10:03 AM IST  |  લદ્દાખ

14,000 ફુટ ઊંચું મહિલાઓ દ્વારા ચાલતું દુનિયાનું પહેલું એસ્ટ્રો વિલેજ

14,000 ફુટ ઊંચું મહિલાઓ દ્વારા ચાલતું દુનિયાનું પહેલું એસ્ટ્રો વિલેજ

લદ્દાખમાં દુનિયાનું એવું પહેલું એસ્ટ્રો વિલેજ બન્યું છે જેનું સંચાલન ૧૫ ગામોની ૩૦ બહેનો કરે છે. સમુદ્રથી લગભગ ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈએ આવેલું લદ્દાખ ઊંચાઈ અને સૂકા વાતાવરણને કારણે ઍસ્ટ્રોનૉમી માટે એકદમ યોગ્ય છે. અહીં રાતે આસમાનમાંના તારા અને ગ્રહોની બહુ સરળતાથી જોઈ શકાય છે અને અલગ ઓળખ થઈ શકે છે. આમેય બર્ફીલા વાતાવરણને કારણે પર્યટકોમાં લદ્દાખ બહુ ફેમસ છે. ઍસ્ટ્રો વિલેજને કારણે અહીં પર્યટકોની સંખ્યા જરૂર વધશે. લદ્દાખમાં રાતે જે આકાશ દેખાય છે એને પણ સહેલાણીઓ માટેનું આકર્ષણ બનાવી શકાય એમ છે એ વિચારે અહીં પાંચ ઍસ્ટ્રો હોમસ્ટે બનાવવામાં આવ્યા છે.
ગ્લોબલ હિમાલયન એસ્ક્પીડિશન નામની સામાજિક સંસ્થાએ ૨૦૧૩માં સ્થાનિક લોકોને આવા હોમ-સ્ટે બનાવવાની પ્રેરણા આપી હતી. આ સંસ્થાએ ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉમિકલ યુનિયન સાથે મળીને આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ છે ઍસ્ટ્રોનૉમી ફૉર હિમાલયન લાઇવલીહુડ.

આ પણ વાંચો : પેટમાં અચાનાક મોબાઈલની ઘંટડી વાગવા લાગી.....

હવે આ ગામની મહિલાઓ ટેલિસ્કોપ ઑપરેટ કરે છે અને આકાશીય ઘટનાઓની ઊંડી અને વૈજ્ઞાનિક સમજણ પણ આપી છે. આ મહિલાઓ પર્યટકોની રોકાવાની વ્યવસ્થાઓ પણ સંભાળે છે અને તેમને અવકાશીય જ્ઞાન પણ આપે છે. લગભગ રોજ દસ પર્યટકો નાઇટ સ્કાય વૉચિંગ માટે આવે છે અને એમાંથી આવક પણ શરૂ થઈ રહી છે.

ladakh offbeat news hatke news