વિશ્વમાં પહેલી વાર બનશે થ્રી-ડી પ્રિન્ટેડ ગામ, 24 કલાકમાં બનશે 50 ઘરો

20 May, 2019 09:41 AM IST  |  સૅન ફ્રાન્સિસ્કો

વિશ્વમાં પહેલી વાર બનશે થ્રી-ડી પ્રિન્ટેડ ગામ, 24 કલાકમાં બનશે 50 ઘરો

વિશ્વમાં પહેલી વાર બનશે થ્રી-ડી પ્રિન્ટેડ ગામ

અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોસ્થિત ફ્યુઝ પ્રોજેક્ટ નામની એક ડિઝાઇન કંપનીએ દાવો કર્યો છે કે એ લેટિન અમેરિકાના એક કસબામાં ૫૦ થ્રી-ડી પ્રિન્ટેડ ઘરોની એક કમ્યુનિટી તૈયાર કરવાની છે. આ કામ એ માત્ર ૨૪ કલાકમાં કરશે. આ યોજના ખાસ ગરીબ પરિવારો માટે છે. આ જ કંપનીએ ગયા વર્ષે ટેક્સસમાં યોજાયેલા એક્ઝિબિશન દરમ્યાન ૩૫૦ સ્ક્વેર ફુટનું થ્રી-ડી પ્રિન્ટેડ ઘર બનાવ્યું હતું અને એમાં એને ૪૮ કલાક લાગ્યા હતા, જ્યારે હાલમાં જે ઘરો બનવાનાં છે એ ૧૫,૦૦૦થી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે.

આ પણ વાંચો : બેલ્જિયમમાં યોજાઈ મુછાળા મરદોની ચૅમ્પિયનશિપ

કંપનીએ જે ખેડૂતો અને વણકરો માટે ઘર બની રહ્યાં છે તેમની જરૂરિયાતોનો અભ્યાસ કરીને તમામ ઘરો ડિઝાઇન કર્યાં છે. દરેક ઘરની બહાર મરઘાં પાળી શકાય એવી જગ્યા પણ બાંધવામાં આવશે જે પરિવારોને એક્સ્ટ્રા આવક માટે મદદરૂપ ઠરશે.

offbeat news hatke news san francisco