વિશ્વનો સૌથી કદાવર દેડકો તળાવમાં પોતાનું ઘર જાતે બનાવે છે

16 August, 2019 08:33 AM IST  |  બર્લિન

વિશ્વનો સૌથી કદાવર દેડકો તળાવમાં પોતાનું ઘર જાતે બનાવે છે

વિશ્વનો સૌથી કદાવર દેડકો તળાવમાં પોતાનું ઘર જાતે બનાવે છે

દેડકાની વર્તણૂક પર અભ્યાસ કરી રહેલા બર્લિનના નૅચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના રિસર્ચર માર્વિન સેફરે દુનિયાના સૌથી મહાકાય ગણાતા આફ્રિકન ગોલિએથ દેડકા પર અભ્યાસ કરીને તારવ્યું છે કે આ દેડકાઓ પોતાને રહેવા માટે જાતે જ નાનું તળાવ બનાવી શકે છે. આફ્રિકન દેડકાનું વજન ૩ કિલોથી વધુ હોય છે. આફ્રિકાના કૅમરૂનમાં આ વિશે ઊંડાણપૂર્વકનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ દેડકા લગભગ બે કિલો જેટલું વજન ધરાવતા પત્થરને ખસેડીને ચોક્કસ જગ્યાએ ગોઠવે છે. આ પ્રજાતિ અન્ય નાની પ્રજાતિના દેડકાંઓ કરતાં જુદા હોય છે. અભ્યાસકર્તાઓએ ગોલિઍથ દેડકાંની બાવીસ બ્રીડિંગ સાઇટ્સ શોધી છે અને એમાં ૧૪ જગ્યાએ ત્રણ હજારથી વધુ ઇંડાં મળી આવ્યા છે. આ દેડકાઓ પોતાના ઇંડાં અને બાળકોનું પણ બહુ સારી રીતે ધ્યાન રાખે છે એવું જોવા મળ્યું છે.

offbeat news hatke news