અજબ ગજબ : આ સ્કૂટી છાપરે કઈ રીતે પહોંચી?

18 March, 2024 12:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લોહીના ખાબોચિયામાં પુતિન, ગ્રીસમાં થયો ભૂતોત્સવ અને અન્ય સમાચાર અને વધુ સમાચાર

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આ સ્કૂટી છાપરે કઈ રીતે પહોંચી?

સોશ્યલ મીડિયા પર જિતેન્દ્ર પ્રતાપ સિંહ નામના એક્સ યુઝરે એક વિડિયો શૅર કર્યો છે, એમાં બે છોકરીઓ કાચાં નળિયાંવાળી છત પર ફસાઈ ગઈ છે. છતની હાઇટ બહુ વધારે નથી, પરંતુ એ છત પર બે છોકરીઓ કઈ રીતે સ્કૂટી સાથે ટપકી હશે એ આશ્ચર્યજનક બાબત છે. આ વિડિયોમાં કોઈને ખાસ ઈજા થઈ હોય એવું લાગતું નથી, ઊલટાનું છાપરાનાં નળિયાં વચ્ચેથી નીકળવાની કોશિશ કરતી છોકરીઓ પોતે જ પોતાના કારનામા પર હસી-હસીને બેવડ વળી ગઈ હતી.

લોહીના ખાબોચિયામાં પુતિન

છેલ્લાં બે વર્ષથી રશિયાએ યુક્રેન સાથે છેડેલા યુદ્ધમાં જે માનવસંહાર અને જાનમાલની હાનિ થઈ છે એને કારણે અનેક યુરોપિયન દેશો રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને જવાબદાર માને છે. રશિયામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન હતું એ દરમ્યાન જર્મનીમાં કેટલાક લોકોએ વિરોધ-પ્રદર્શન માટે લોહીથી લથબથ પુતિનનાં પૂતળાં રોડ પર મૂક્યાં હતાં.

ગ્રીસમાં થયો ભૂતોત્સવ

શનિવારે ધ નાઇટ ઑફ ધ ઘોસ્ટ્સ નામનો કાર્નિવલ ગ્રીસના ઍમ્ફીસા શહેરમાં યોજાયો હતો. એ વખતે અનેક લોકો ભૂતિયા કૉસ્ચ્યુમ સાથે તૈયાર થઈને રસ્તા પર નીકળ્યા હતા.

લાંબો લંચ બ્રેક લેતાં બૉસે ફાયર કરી

ઑસ્ટ્રેલિયામાં રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરતી બાવીસ વર્ષની યુવતીને લંચ બ્રેક પછી ફોન પર પર્સનલ વાતો કરવામાં વ્યસ્ત છે એવું જોઈને તેના બૉસે તેને તરત જ ફાયર કરી હતી. આ બહેને સોશ્યલ મીડિયા પર જઈને સહાનુભૂતિ મેળવવા આ વાત શૅર કરી, પણ લોકોએ તેના પર જ પસ્તાળ પાડી હતી.

offbeat news national news international news vladimir putin greece viral videos