સ્વિમિંગ-પૂલમાં ગુલાંટ મારવા જતાં નકલી વાળની વિગ હવામાં ઊડી ગઈ

11 August, 2020 07:02 AM IST  |  Georgia | Gujarati Mid-day Correspondent

સ્વિમિંગ-પૂલમાં ગુલાંટ મારવા જતાં નકલી વાળની વિગ હવામાં ઊડી ગઈ

નકલી વાળની વિગ હવામાં ઊડી ગઈ

ગરમીની સીઝનમાં સ્વિમિંગ-પૂલમાં પડ્યા રહેવાનું કોને ન ગમે. જોકે મિત્રો સાથે સ્વિમિંગનો આનંદ લેવા ગયેલી આ યુવતી સાથે કાંઈક એવું બન્યું કે જોનારા લોકો હસી-હસીને લોટ-પોટ થઈ ગયા. તેની મિત્રએ ટ્વિટર પર આ ઘટનાનો વિડિયો પોસ્ટ કરતાં કૅપ્શનમાં લખ્યું છે, ‘અમારી ના પાડવા છતાં તેણે સ્વિમિંગ-પૂલમાં છલાંગ મારી હતી.’ સોશ્યલ મીડિયા પર વિડિયો તેજીથી વાઇરલ થયો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે લોકો સ્વિમિંગ-પૂલમાં કૂદવાની તૈયારી કરી રહ્યા છે એવામાં પાછળથી એક છોકરી પૂલ પાસે જઈને સમરસોલ્ટ મારે છે. જોકે એમ કરવામાં તેની વિગ હવામાં ઊડી જાય છે અને એને જોઈને ત્યાં હાજર તમામ લોકો હસીને લોટ-પોટ થઈ જાય છે.

georgia offbeat news hatke news