પિન્ક કલર પ્રત્યે વળગણ ધરાવતી આ મહિલા રિયલ લાઇફમાં બાર્બી બની ગઈ

26 February, 2021 08:43 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

પિન્ક કલર પ્રત્યે વળગણ ધરાવતી આ મહિલા રિયલ લાઇફમાં બાર્બી બની ગઈ

બ્રુના બાર્બી

બ્રાઝિલિયન ઇન્ફ્લ્યુએન્સર બ્રુના બાર્બીને પિન્ક કલરની વસ્તુ પ્રત્યે એટલું ઘેલું છે કે તે એક બાર્બી જેવું જ જીવન જીવે છે અને પોતાની આગવી જીવનશૈલી સોશ્યલ મીડિયા પર રજૂ કરીને આજીવિકા રળે છે. બ્રાઝિલિયન બાર્બી બ્રુના કૅરોલિના પરેઝનો જન્મ પરેનાના દક્ષિણ રાજ્યમાં થયો હતો. પિન્ક કલર પ્રત્યે બચપણથી જ તેને ઘેલું છે. ટીનેજર વર્ષોમાં તેણે માત્ર પિન્ક જ વસ્ત્રો પહેરીને આ રંગ પ્રત્યેનો તેનો અનુરાગ દર્શાવવાનું નક્કી કર્યું ત્યારે એક તબક્કે લોકો તેને ‘બાર્બી’ કહીને બોલાવવા લાગ્યા હતા અને બસ બ્રુના વાસ્તવિક જીવનમાં બાર્બી જેવી બની ગઈ.

આજે બ્રુના બાર્બી સમગ્ર બ્રાઝિલની ભારે લોકપ્રિય સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર છે. તે ટિક ટૉક પર ૧૦ મિલ્યનથી વધુ ફૉલોઅર્સ, યુટ્યુબ પર ૨.૪ મિલ્યનથી વધુ ફૅન અને ઇન્સ્ટાગ્રામ પર ૩,૦૦,૦૦૦ જેટલા ફૉલોઅર્સ ધરાવે છે અને તેમને માટે કન્ટેન્ટ તૈયાર કરવા પાછળ પુષ્કળ સમય વિતાવે છે. સ્વાભાવિક રીતે જ એ કન્ટેન્ટ મોટા ભાગે તેના રિયલ લાઇફ બાર્બી સ્ટેટસને લગતી જ હોય છે.મેં ૨૦૧૩માં મારી સ્ટાઇલ, મારા રોજબરોજના જીવનના ફોટો-વિડિયો શૅર કરવાનું શરૂ કર્યું અને આજે એ મારો વ્યવસાય બની ગયો છે, એમ તેણે જણાવ્યું હતું.બ્રુનાએ તાજેતરમાં બ્રાઝિલની એક વેબસાઇટને જણાવ્યું હતું કે તેના વૉર્ડરોબમાં લગભગ ૯૭ ટકા ચીજો પિન્ક છે અને ફર્નિચરથી માંડીને અપ્લાયન્સિસ અને બાર્બીની થીમ ધરાવતો તેનો વિલા સુધ્ધાં પિન્ક છે. 

offbeat news international news brazil