માસ્ક નહીં પહેરું એવું હાથ પર ટૅટૂ ચીતરાવનાર મહિલા હવે પસ્તાય છે

25 February, 2021 07:30 AM IST  | 

માસ્ક નહીં પહેરું એવું હાથ પર ટૅટૂ ચીતરાવનાર મહિલા હવે પસ્તાય છે

માસ્ક નહીં પહેરું એવું હાથ પર ટૅટૂ ચીતરાવ્યું આ મહિલાએ

કોવિડ-19ની મહામારી ફેલાઈ ત્યારથી માસ્ક એ પહેરવેશનું એક અભિન્ન અંગ બની ગયું છે. માસ્ક પહેરવાથી કોવિડ-19ના સંક્રમણથી પોતાને તેમ જ અન્યોને રક્ષણ મળે છે એ સત્ય હોવા છતાં એવા પણ અનેક લોકો છે જેઓ કોવિડથી ડરીને માસ્ક પહેરવાની વાતને સદંતર નકારી કાઢે છે અને આવા લોકોને શોધવાની જરૂર નથી પડતી, લગભગ દરેક ગામ, શહેર કે વસ્તીમાં આવા લોકો મળી જ આવે છે. મહામારી શરૂ થયાના લગભગ એકાદ અઠવાડિયાં પહેલાં જ એટલે કે ૨૦૨૦ની ચોથી માર્ચે એક  મહિલાએ તેના હાથ પર ‘માસ્ક પહેરવાનો ઇનકાર’ લખેલું ટૅટૂ ચીતરાવ્યું હતું, જોકે હવે તે પોતાના આ ટૅટૂને છુપાવવા માટે છેલ્લા એક વર્ષથી લાંબી બાંયવાળાં વસ્ત્રો પહેરે છે. ટિકટૉક પર પોતાનું આ ટૅટૂની પોસ્ટ કરતાં ગણતરીની મિનિટોમાં તે વાઇરલ થઈ ગઈ હતી.

offbeat news hatke news