હેરડ્રેસરે હેરકટમાં ગરબડ કરી દેતાં મહિલા ચોંકી ઉઠી

08 May, 2021 08:43 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લૉરાના વાળ એટલી વિચિત્ર રીતે કપાયેલા હતા કે ઘણાએ તો માની લીધું કે વાળ તેણે જાતે જ કાપ્યા હશે અને ખરાબ કપાઈ જતાં બધો દોષ હેરડ્રેસર પર ઢોળી દીધો હશે

લૉરા ક્લાર્ક

વાળ ટ્રિમ કરાવવા ગયેલી લૉરા ક્લાર્ક નામની મહિલા હેરડ્રેસરે તેના વાળને આપેલા નવા શૉકિંગ લુકને કારણે આઘાત પામી હતી. વાળ જોયા બાદ તે મહિલા રડી પડી હતી અને હેરડ્રેસરને ખૂબ સંભળાવ્યું હતું. તેણે આઘાત વ્યક્ત કરીને ફરી વાળ વ્યવસ્થિત કાપી આપવા માટે હેરડ્રેસરને કહ્યું, પરંતુ એમ કરવાનો ઇનકાર કરીને હેરડ્રેસર એવા જ ભયાનક કટ સાથે તેને છોડીને જતો રહ્યો હતો.

વાસ્તવમાં હેરકટ કરાવવા બેસતા પહેલાં લૉરાએ તેને જોઈતી હેરસ્ટાઇલનો ફોટો પણ તેને દેખાડ્યો હતો. જોકે તેના જે વાળ કપાયા એ તેણે દેખાડેલા ફોટા કરતાં તદ્દન જુદા અને વિચિત્ર પ્રકારના હતા.

લૉરાના વાળ એટલી વિચિત્ર રીતે કપાયેલા હતા કે ઘણાએ તો માની લીધું કે વાળ તેણે જાતે જ કાપ્યા હશે અને ખરાબ કપાઈ જતાં બધો દોષ હેરડ્રેસર પર ઢોળી દીધો હશે. નેટિઝન્સે તેના વાળના કટ માટે પોતાનો મત વ્યક્ત કરી દિલસોજી આપી તેને બીજા હેરડ્રેસર પાસે જઈને સરખા વાળ કપાવવાની સલાહ આપી હતી.

offbeat news international news viral videos