શાકભાજી વેચતી આ મહિલા મોરને પોતાના હાથે ખવડાવે છે

03 August, 2020 08:17 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

શાકભાજી વેચતી આ મહિલા મોરને પોતાના હાથે ખવડાવે છે

શાકભાજી વેચતી આ મહિલા મોરને પોતાના હાથે ખવડાવે છે

કરુણા અને અનુકંપા દિલમાં વસતી હોય છે. આવી ભાવનાઓને પશુ-પંખીઓ બહુ સહજતાથી પારખી લેતાં હોય છે. આપણે જોયું છે કે મોર બહુ શરમાળ પક્ષી છે. એ માણસોની નજીક જવામાં બહુ ખચકાટ અનુભવે છે. જોકે રાજસ્થાનમાં શાકભાજી વેચતી એક મહિલાનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક મોર આ બહેનના હાથમાંથી ચણ ખાઈ રહ્યો છે. આ મહિલા જાણે કંઈક બહુ મોટું કામ કરતી હોય એવું દેખાડતી પણ નથી. વિડિયોમાં આ બહેન બોલતાં દેખાય છે કે આ તો તેમના માટે રુટિન છે. આ મોર રોજ તેમની પાસે દાણા ખાવા આવે છે. પોતાનું કામ કરે છે, શાકભાજી વેચે છે અને બાજુમાં ઊડતા મોરને ખાવા માટે અનાજના દાણા ઉઠાવીને પોતાની હથેળીમાં ધરે છે. મોર પણ બહુ સહજતાથી તેના હાથમાંથી દાણા ચણે છે. નેટિઝન્સને નિર્ભય થઈને દાણા ખાતો મોર બહુ ગમી ગયો છે અને મોર જેવા ભોળા પંખીનો વિશ્વાસ જીતવા માટે તેમણે મહિલાની પર ભરપેટ પ્રશંસા કરી છે.

offbeat news hatke news rajasthan national news