બહેને સુપરમાર્કેટમાં બધાની સામે જ અન્ડરવેઅર કાઢી માસ્કની જેમ પહેરી લીધી

28 February, 2021 08:29 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

બહેને સુપરમાર્કેટમાં બધાની સામે જ અન્ડરવેઅર કાઢી માસ્કની જેમ પહેરી લીધી

કોરોના વાઇરસના પ્રસારને પગલે માસ્કની અનિવાર્યતા દરેકને સમજાઈ ગઈ છે, જેથી ઘરની બહાર માસ્ક વિના કોઈ નીકળતું નથી; પણ શું થાય જો તમે શૉપિંગ કરવા નીકળ્યા અને માસ્ક ભૂલી ગયા હો તો. તમે નવા ખરીદી લો કે પછી શૉપિંગનો આઇડિયા કૅન્સલ કરી દો બરાબર, પણ સાઉથ આફ્રિકામાં શૉપિંગ કરવા નીકળેલાં આ બહેને કાંઈક જુદું જ કર્યું. સાઉથ આફ્રિકાની એક સુપરમાર્કેટમાં ખરીદી કરવા ગયેલાં એક બહેનને સિક્યૉરિટી ગાર્ડે માસ્ક વિના શૉપિંગ કરવા જવાની ના પાડી દીધી એટલે તરત જ તેણે પોતે પહેરેલી અન્ડરવેએર કાઢી એનો માસ્ક બનાવીને પહેરી લીધી. સુપરમાર્કેટના સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ  હતી અને સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયો છે. સ્વાભાવિક છે કે અનેક નેટિઝન્સે આ વિડિયો જોઈને નાકનાં ટીચકાં ચડાવ્યાં છે.

offbeat news international news south africa