પાળેલી ડૉગીએ પાસપોર્ટ ચાવીને માલિકણને ચીન જતાં અટકાવી

30 January, 2020 07:48 AM IST  |  Taiwan

પાળેલી ડૉગીએ પાસપોર્ટ ચાવીને માલિકણને ચીન જતાં અટકાવી

પાસપોર્ટ ચાવી ગયો ડૉગી

પ્રાણીઓને કોઈ પણ જોખમનો આભાસ ઘણો વહેલો થઈ જાય છે એમ કહેવાય છે. પ્રાણીઓ એના સંકેત પણ આપતાં હોય છે, પરંતુ માનવી એને સમજી શકતો નથી. પાળેલાં પ્રાણીએ પોતાના માલિકને અજાણ જોખમથી બચાવ્યા હોવાના કિસ્સા અનેક વાર સોશ્યલ મીડિયા પર આવતા રહે છે. થોડા દિવસ પહેલાં તાઇવાનમાં આવો જ એક કિસ્સો બન્યો હોવાનું જાહેર થયું છે. 

એક મહિલા લ્યુનર ન્યુ યરનો તહેવાર પરિવાર સાથે મનાવવા માટે ચીનના વુહાન શહેર જવાની હતી, પરંતુ તેની પાળેલી ગોલ્ડન રિટ્રાઇવર માદા ડૉગીએ તેની માલિકણનો પાસપોર્ટ ફાડી નાખ્યો. ફાટેલા પાસપોર્ટને કારણે તેની ટ્રિપ રદ થતાં માલિકણનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેણે આ કિસ્સો સોશ્યલ મીડિયામાં પણ મૂક્યો હતો.

જોકે કેટલાક દિવસ બાદ ચીનનું વુહાન શહેર કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત થયું હોવાના સમાચાર મળતાં તેને અહેસાસ થયો કે પાસપોર્ટ ફાડીને વાસ્તવમાં તેની ડૉગીએ તેનો જીવ બચાવ્યો હતો. આ વાત પણ તેણે સોશ્યલ મીડિયામાં અપલોડ કરીને મહિલાએ ડૉગીનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો : ઉંમર કરતાં ઘરડી દેખાતી ટીનેજર પ્લાસ્ટિક સર્જરી દ્વારા ફરીથી યંગ બની

ચીનના હુબેઈ રાજ્યનું વુહાન શહેર કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત છે. ચીનમાં અત્યાર સુધીમાં ૧૩૨ લોકોનાં મૃત્યુ થયાં છે તથા ૪૦૦૦ કરતાં વધુ કેસ નોંધાયા છે.

china offbeat news hatke news