સર્પાકાર પ્રેટઝેલ ખાવાથી મગજને નુકસાન થતાં મહિલાને મળ્યું બાવીસ કરોડ રૂપિયાનું વળતર

13 April, 2021 08:16 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકા અને અન્ય દેશોમાં નાસ્તાની આઇટમ્સમાં પ્રેટઝેલ આગવું સ્થાન ધરાવે છે

શેન્ટેલ ગિયાકલોન

એક પ્રકારની બેક્ડ પેસ્ટ્રી પ્રેટઝેલ લોટમાંથી તૈયાર કરાય છે અને દોરીની ગાંઠના શેપમાં હોય છે. મીઠા અને અન્ય ખાદ્ય સામગ્રીના સ્વાદ સાથે બનતી આ એક ક્રિસ્પી કરકરી આઇટમ છે.

અમેરિકા અને અન્ય દેશોમાં નાસ્તાની આઇટમ્સમાં પ્રેટઝેલ આગવું સ્થાન ધરાવે છે. જોકે આ આઇટમમાં ઘણી કૅલરી હોય છે, જે ધ્યાનમાં રાખીને ઘણા એ ખાવાનું ટાળે છે, પરંતુ પ્રેટઝેલ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે એ વાતથી અનેક લોકો બેખબર છે.

બ્રિટનમાં શેન્ટેલ ગિયાકલોન નામની એક મહિલા (જે મૉડલ છે)ને પ્રેટઝેલ ખાધા બાદ મગજને નુકસાન પહોંચતાં તેણે વળતર પેટે ૨૯૫ લાખ ડૉલર (લગભગ બાવીસ કરોડ રૂપિયા) વળતર મેળવ્યું હતું.

જોકે પ્રેટઝેલમાં જે ચીજો હોય છે એ અન્ય નાસ્તાની આઇટમ્સમાં પણ હોય છે, પરંતુ એમાંની એક ચીજે આ મહિલા માટે વિષનું કામ કર્યું હતું.

૨૦૧૩માં શેન્ટેલ ગિયાકલોનને પીનટ બટરથી ઍલર્જી થઈ હતી. પ્રેટઝેલનો એક ટુકડો ખાધા બાદ તેને એનેફિલેક્ટિક શૉક લાગ્યો હતો. ઍલર્જિક પ્રતિક્રિયા માટે પેરામેડિકથી તાત્કાલિક સારવાર લેવી આવશ્યક હતી, પરંતુ મેડિક્વેસ્ટ ઍમ્બ્યુલન્સની બેદરકારીથી તેને સારવાર મળવામાં વિલંબ થયો તથા ડૉક્ટરોએ તેને આવશ્યક દવા આપવાને બદલે બીજી દવા આપતાં તેની સ્થિતિ કથળી ગઈ હતી. આને લીધે થોડા સમય માટે તેના મગજને ઑક્સિજન મળવાનું બંધ થઈ ગયું હતું. સ્થિતિ એટલી વણસી ગઈ કે હવે તેને ૨૪ કલાક સંભાળવાની જરૂર પડતી હતી.

તેના પરિવારે ઍમ્બ્યુલન્સ સર્વિસ સામે કેસ કરીને ૬ કરોડ ડૉલરનો દાવો માંડ્યો, જેનો ચુકાદો આવતાં ૨૯૫ લાખ ડૉલરમાં પતાવટ થઈ હતી.

offbeat news international news united states of america