કપડાની ટોકરીમાં ટ્રેડમિલ પર સ્કેટિંગ

17 May, 2020 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કપડાની ટોકરીમાં ટ્રેડમિલ પર સ્કેટિંગ

ટોકરીમાં ટ્રેડમિલ પર સ્કેટિંગ

અત્યારે લોકો પોતાના મનોરંજનનો કોઈ ને કોઈ માર્ગ શોધી જ કાઢે છે અને વળી એને સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને લોકોને પણ એનો આનંદ આપે છે. સોશ્યલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક બાળકી કપડાની ટોકરીમાં બેસીને ટ્રેડમિલ પર સ્કેટિંગ કરે છે.

જેસી રિંગે શૅર કરેલા આ વિડિયોને થોડા જ કલાકોમાં લગભગ ૨૦ લાખ લોકો જોઈ ચૂક્યા છે તેમ જ એને ૨૪.૬ હજાર કમેન્ટ્સ મળી છે. વિડિયોમાં જેસી હેલ્મેટ પહેરીને કપડાં ધોવાની ટોકરીમાં બેસે છે અને પછી ટ્રેડમિલથી સરકીને સીધી નીચે આવે છે.
જોકે તેણે આ કરતબ કરતી વખતે ટ્રેડમિલની સ્પીડ જાળવવા ઉપરાંત પોતાની સુરક્ષાનું પણ પૂરું ધ્યાન રાખ્યું છે. જેસીએ ટ્રેડમિલ આસપાસ બધે તકિયા ગોઠવ્યા છે જેથી જો વધુ સ્પીડને કારણે ટોકરી દૂર ફેંકાઈ જાય તો પણ તેને ઈજા ન પહોંચે.

offbeat news hatke news