કિડની સ્ટોનનો દુખાવો માની લીધો, પણ ટૉઇલેટમાં બાળકને જન્મ આપી દીધો

08 April, 2021 09:05 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

ટૉઇલેટ સીટ પર બેસી ન શકાતાં પીડામાં કણસતાં તેને ધ્યાન પર આવ્યું કે શરીરમાંથી કાંઈક નીકળી રહ્યું છે

મેલિસા સર્જકોફ

અમેરિકાના મૅસેચુસેટ્સમાં રહેતી મેલિસા સર્જકોફને પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હોવાથી હેલ્પલાઇન પર ફોન કર્યો, પરંતુ મદદ મળે ત્યાં સુધી પીડા અસહ્ય થતાં તે ટૉઇલેટમાં ગઈ અને ટૉઇલેટ સીટ પર બેઠી. જોકે અહીં જે થયું એ તેની કલ્પનાની બહાર હતું. તે માત્ર કિડની સ્ટોન કે પેટનો દુખાવો માનતી હતી, પણ હકીકતમાં તેની ગર્ભાવસ્થા પૂર્ણ થયા બાદ બાળકના આગમનની તૈયારી હતી.

ટૉઇલેટ સીટ પર બેસી ન શકાતાં પીડામાં કણસતાં તેને ધ્યાન પર આવ્યું કે શરીરમાંથી  કાંઈક નીકળી રહ્યું છે અને તેના આશ્ચર્ય વચ્ચે એ તેનું બાળક હતું. મજાની વાત એ હતી કે તેની ગર્ભાવસ્થાથી તે પોતે જ અજાણ હતી. તેનો બેબી બમ્પ દેખાયો નહોતો. વધુમાં કોઈ પણ પ્રકારની કાળજી લીધા સિવાય તેનું બાળક સ્વસ્થ જન્મ્યું હતું. આ સ્થિતિમાં મા અને બાળક બન્નેની તબિયત સારી હોવી એ તો ચમત્કાર જ કહેવાય.

એક દિવસ માટે તેમને ડૉક્ટર્સની દેખરેખ હેઠળ રાખી ઘરે લવાયાં હતાં.

મેલિસા અને તેના પતિનું કહેવું છે કે તેમને એમ જ લાગી રહ્યું હતું કે હાલમાં જ શરૂ કરાયેલા મેડિટેશનને કારણે વજન વધી રહ્યું હશે એવું જ તેઓ માની રહ્યાં હતાં.

offbeat news international news united states of america