પાંચ કલાકની ઊંઘનું લાઇવ સ્ટ્રીમિંગ કરીને ૨.૨૧ લાખ રૂપિયાની કમાણી કરી

27 February, 2021 08:19 AM IST  |  Taiwa | Gujarati Mid-day Correspondent

પાંચ કલાકની ઊંઘનું લાઇવ સ્ટ્રીમિંગ કરીને ૨.૨૧ લાખ રૂપિયાની કમાણી કરી

તાઇવાનમાં રહેતી વાંગ યિમિંગ નામની મહિલા થોડાં વર્ષ પહેલાં એક મ્યુઝિક બૅન્ડમાં કામ કરતી હતી. એ મ્યુઝિક બૅન્ડ બંધ થયા પછી તે અનેકોની માફક અમેરિકન લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસ ‘ટ્વિચ’માં સક્રિય બની. તાજેતરમાં તેણે પાંચ કલાક ઊંઘતાં લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. સાંજે પાંચ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી ઊંઘવાના ઑનલાઇન પ્રસારણના ૧૧,૨૦૦ વ્યુઝ નોંધાયા હતા. એ લાઇવ સ્ટ્રીમિંગમાં તેણે સ્થાનિક ચલણમાં લગભગ ૨.૨૧ લાખ રૂપિયા જેટલી કમાણી કરી હતી.

offbeat news international news taiwa