વિન્ગ કમાન્ડર અભિનંદનના સન્માનમાં 5.10 ફુટની 321 કિલોની કેક બનાવી

27 December, 2019 10:16 AM IST  |  Puducherry

વિન્ગ કમાન્ડર અભિનંદનના સન્માનમાં 5.10 ફુટની 321 કિલોની કેક બનાવી

અભિનંદનના સન્માનમાં 321 કિલોની કેક બનાવી

પુડુચેરીના એક કૅફેમાં દર વર્ષે જાણીતી હસ્તીઓને સન્માન આપવા માટે તેમના શેપની કેક બનાવવામાં આવે છે. આ વર્ષે અહીં ઇન્ડિયન ઍરફોર્સના વિન્ગ કમાન્ડર અભિનંદનની કેક બનાવવામાં આવી છે. એની ઊંચાઈ છે ૫.૧૦ ફુટ જેટલી અને વજન લગભગ ૩૨૧ કિલોનું છે.

રસપ્રદ વાત એ છે કે અહીં બનતી કેકમાં માત્ર સેલિબ્રિટીઝના ચહેરા કે પૉટ્રેટ સાઇઝ શિલ્પો નહીં, પરંતુ રિયલ કદની આખી કેક બનાવાય છે. ચૉકલેટ અને ચૉકલેટમાંથી ડિઝર્ટ બનાવતી જૂકા કૅફેએ આ વખતે વિન્ગ કમાન્ડર અભિનંદનનું કેક-શિલ્પ બનાવ્યું છે.

આ પણ વાંચો : લાવ જોઉં, તારા મોંમાં કેટલા દાંત છે?

આ જાયન્ટ કેક બનાવવા માટે શેફની ટીમને ૧૩૨ કલાક લાગ્યા હતા. ૨૦૦૯માં શરૂ થયેલા આ કૅફેમાં દર વર્ષે કારીગરો હાથની કમાલથી રિયલ સાઇઝની કેક બનાવતા આવ્યા છે આ પહેલાં અહીં મહાત્મા ગાંધી, એપીજે અબ્દુલ કલામ, રજનીકાન્ત અને એમ. એસ. ધોની જેવા મહાનુભાવોની કેક બની ચૂકી છે.

puducherry offbeat news hatke news