આખરે કેમ હાથીને ચઢવું પડ્યું ઝાડ પર, જુઓ વીડિયોમાં આખી ઘટના

14 May, 2020 05:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આખરે કેમ હાથીને ચઢવું પડ્યું ઝાડ પર, જુઓ વીડિયોમાં આખી ઘટના

ભૂખ્યો હાથી ઝાડ પર ચઢી ગયો

હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરમાં બંધ છે. સૌથી હાલ ખરાબ મજૂરોનો છે, પોતાના ઘરે પહોંચવા મુંબઈથી બિહાર સુધી પગપાળા યાત્રા કરી રહ્યા છે. તે લોકોનો ખાવા-પીવાની પણ કઈ સગવડ નથી. આવો જ હાલ પ્રાણીઓનો પણ જોવા મળી રહ્યો છે. રસ્તો સૂમસામ હોવાથી તેઓ પણ રસ્તા પર ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જંગલનો એક સુંદર વીડિયો વાઈરસ થઈ રહ્યો છે. તમે સોશિયલ મીડિયા પર વાઘ, હાથી અને વાંદરાઓનો વીડિયો તો જોયો જ હશે. હાલ એક ભૂખ્યો હાથનો વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને પણ મજા આવી જશે. હાથી જ્યારે ભૂખ્યો હોય છે ત્યારે ખાવાનું શોધવા કઈપણ કરી શકે છે. આ સમયે એક ભૂખ્યા હાથીએ ઝાડ પર ચઢવાનો પ્રયત્ન કર્યો છે. આ વીડિયો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઑફિસર સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક હાથી ઝાડ તરફથી જોઈ રહ્યો છે અને એના પર ચઢવાની કોશિશ કરવા લાગે છે. તે પોતાના બન્ને પગ ઝાડ પર રાખે છે અને બન્ને પગ પર ઊભો રહીને ઝાડની ડાળી તોડી લે છે. આ સુંદર વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો : ઢૂંઢતે રહે જાઓગે: આ તસવીરમાં છૂપાયેલી છે એક બિલાડી, લોકો મૂકાયા મૂંઝવણમાં

એમણે વીડિયો શૅર કરતા લખ્યું કે ઝાડ પર ચઢતો હાથીનો દુર્લભ વીડિયો... આ વીડિયોને અત્યાર સુધી 13,400 વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 1600થી વધારે લાઈક્સ અને 200થી વધારે લોકો રિ-ટ્વિટ કરી ચૂક્યા છે.

national news hatke news offbeat news