બાળકોને ભણાવવા કેમ સુપરહીરો બને છે આ ટીચર, એની પાછળ શું છે કારણ

16 June, 2020 07:20 PM IST  |  America | Gujarati Mid-day Online Correspondent

બાળકોને ભણાવવા કેમ સુપરહીરો બને છે આ ટીચર, એની પાછળ શું છે કારણ

ટીચર બની ગયા સુપરહીરો

આખા દેશમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે અને આ વાઈરસથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. આ ઘરમાં રહેવાથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને સમય પસાર કરવા જાત-જાતનું મનોરંજન કરી રહ્યા છે. એવામાં બાળકોના ભણતરને પણ મોટું નુકસાન થયું છે. બાળકો સ્કૂલ, કૉલેજ કે ક્લાસિસ જઈ શકતા નથી, પણ એ લોકોના ઑનલાઈન ટ્યુશન ચાલું છે.

ત્યારે વાત કરીએ સ્પાઈડર મેન બોલો કે સુપરમેન આ ટીચર પોતાના ડ્રેસઅપના કારણે ચર્ચાનો વિષય બની ગયા છે. અમેરિકાથી લઈને ભારત સુધી આ ભાઈ ચર્ચાનો વિષય બની ગયા છે.

આ સુપરમેન કે સ્પાઈડર મેન અવતારમાં જોવા મળેલા ટીચર અમેરિકાના બોલિવિયાના રહેવાસી છે. એનું નામ જૉર્જ મેનોલો (Jorge Manolo Villarroel) છે. તેઓ એક આર્ટ ટીચર છે જેમણે ભણાવવા માટે નવી રીત અપનાવી છે. એમની જેવો વિષય એવી જ ભણાવવાની રીત હોય છે.

જૉર્જ મેનોલો આટલું કર્યા બાદ પણ તે ટીચર છે અને આવા ડ્રેસઅપ પાછળનું રહસ્ય પણ રસપ્રદ હશે કે આખરે તેઓ આવું કેમ કરી રહ્યા છે? આ સુપરહીરોની પાસે સ્પાઈડર મેન અને સુપરમેન બેટમેન જેવા આઠથી વધારે ડ્રેસ છે. આ ડ્રેસને જૉર્જ મેનોલોએ પોતાના વર્ચ્યુઅલ ક્લાસ રૂમમાં જ રાખ્યો છે. ઘણી વાર તે માસ્ક ઉતારીને ભણાવે છે કારણકે તેમને બાળકોને સમજાવવામાં ઘણી મુશ્કેલી થાય છે.

પણ ઑનલાઈન ક્લાસ શરૂ કરવા પહેલા તેઓ પૂરી રીતે તૈયાર થઈ જાય છે અને બાળકોના અભિવાદન સ્વીકાર્યા પછી, તેઓ માસ્ક કાઢીને અભ્યાસ કરવાનું શરૂ કરે છે. આ ટીચર કહે છે કે કોરોના વાઈરસથી થયેલા લૉકડાઉનમાં ઘણું બદલાય રહ્યું છે. એવામાં લોકો પોતાના ઘરમાં કેદ છે. સ્કૂલ બંધ છે પરંતુ શિક્ષા તો ચાલુ રાખવી જોઈએ. એટલે હું ઑનલાઈન ક્લાસ લઈ રહ્યો છું.

આને આપણે લૉકડાઉન ફૅશન ટ્રેન્ડ્સ પણ કહી શકે છે. કારણકે લોકો હાલસલ અલગ-અલગ ગેટઅપમાં દેખાઈ રહ્યા છે. કોઈ અન્ડરવેર તો કોઈ નાઈટ ડ્રેસના ગેટઅપમાં ઘરમાં ફરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આની પહેલા ભારતના એક વકીલના પણ આવા જ સમાચાર સાંભળવા મળ્યા હતા. જે લૉકડાઉનમાં કેસ સુનાવણી દરમિયાન ગંજી પહેરીને ઑનલાઈન આવ્યા હતા. બાદ જજે કહ્યું કે કૃપા કરીને કોર્ટનું ગૌરવ જાળવી રાખો.

offbeat news hatke news united states of america bolivia