ટૂ-વ્હીલરને કારમાં તબદિલ કરવાનો જુગાડ તો કોઈ આમાંથી શીખે

18 May, 2020 07:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટૂ-વ્હીલરને કારમાં તબદિલ કરવાનો જુગાડ તો કોઈ આમાંથી શીખે

ટૂ-વ્હીલર કારમાં તબદિલ

સર્જનાત્મક નવીનતાનું બીજું નામ છે જુગાડ, જે નવીનીકરણની અસામાન્ય છતાં કુશળ રીત અને શ્રેષ્ઠતાની ઓળખ છે. હમણાં આત્મનિર્ભરતાની વાતો ચાલી રહી છે ત્યાં મૅરિકો કંપનીના ચૅરમૅન હર્ષ મારવાહે એક મસ્ત વિડિયો ટ્વિટર પર અપલોડ કર્યો છે. આમ તો એ જૂનો વિડિયો હોવાનું કહેવાય છે, પણ એમાં જે જુગાડ છે એ બેમિસાલ છે. એક યુવકે બાઇકના આગળના પૈડાને છૂટું પાડીને એને ચાર પગવાળા માંચડા સાથે જૉઇન્ટ કરી દીધું છે. એ માંચડા પર વચ્ચે બેસી શકાય એમ છે અને એના પર સામાન મૂકી શકાય એવું માળિયું પણ છે. આ ભાઈએ બાઇકની આગળ આ માંચડો બાંધી દીધો છે અને એને આગળ-પાછળ ફેરવવા માટે કાર જેવું સ્ટિઅરિંગ વ્હીલ પણ લગાવેલું છે.

સંભવતઃ આ જુગાડ પરિવહનનો સલામત વિકલ્પ નથી છતાં આ માણસે તેની ટૂ સીટરની બાઇકને ફોર-સીટર કારમાં રૂપાંતરિત કરી દીધી છે. આ વિડિયો એ પછી તો વૉટ્સઍપ પર પણ વાઇરલ થવા લાગ્યો હતો અને એને આત્મનિર્ભરતાનો અવ્વલ જુગાડ ગણવામાં આવી રહ્યો છે.

offbeat news hatke news