ખાડામાં પડેલા મદનિયાને બચાવીને ખભે ઊંચકી લીધું આ બાહુબલીએ

16 April, 2020 07:42 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

ખાડામાં પડેલા મદનિયાને બચાવીને ખભે ઊંચકી લીધું આ બાહુબલીએ

ખાડામાં પડેલા મદનિયાને બચાવીને ખભે ઊંચકી લીધું આ બાહુબલીએ

તામિલનાડુના જંગલમાં  ખાડાના પડી ગયેલા હાથીના બચ્ચાને બહાર કાઢ્યા બાદ ખભે ઉપાડીને લઈ જતા પલનીચામી નામના વનરક્ષકની ત્રણ વર્ષ પહેલાંની તસવીર દીપિકા બાજપાઈએ તાજેતરમાં ફરી વખત ટ્વિટર પર પોસ્ટ કરી છે. ત્રણ વર્ષ પહેલાં આ ઘટના બની હતી. હાથીનું બચ્ચું ઊંડા ખાડામાં પડી ગયું હતું. એને ઘણી મહેનત પછી વનરક્ષક પલનીચામીએ બહાર કાઢ્યું, જીવ બચાવવા જેવું રેસ્ક્યુ ઑપરેશન હતું. બચ્ચાને બહાર કાઢ્યા પછી એની મા જોડે મિલન કરાવવામાં આવ્યું હતું. હાથીના બચ્ચાને બચાવ્યા પછી ખભે ઉપાડીને લઈ જતા પલનીચામીની એ વખતની તસવીર ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસનાં અધિકારી દીપિકા બાજપાઈએ કૅપ્શન સહિત ટ્વિટર પર પોસ્ટ કરતાં એને ૨૦૦૦ કરતાં વધારે લાઇક્સ મળી છે અને પલનીચામી માટે સેલ્યુટ અને આભારની વર્ષા કરવામાં આવી છે.

offbeat news hatke news tamil nadu national news