જુઓ ઊંટ અને આખલાની દોડ

13 October, 2019 10:42 AM IST  | 

જુઓ ઊંટ અને આખલાની દોડ

જુઓ ઊંટની રૅસ

અલગ-અલગ પ્રાણીઓને ટ્રેઇન કરીને તેમની વચ્ચે દોડ લગાવવાની પ્રથા લગભગ દરેક દેશમાં છે. સ્પેનમાં આખલા રેસ થાય છે એમ થાઇલૅન્ડમાં ગઈ કાલે બફેલો રેસ યોજાઈ હતી. એમાં એક જૉકીએ પોતાના ટ્રેઇન કરેલા પ્રાણી પર બેસીને રેસમાં ઊતરવાનું રહે છે.

ચોનબુરીમાં આવી રેસ દાયકાઓ જૂની છે અને દર વર્ષે યોજાય છે જે જોવા માટે હજારો લોકો એકઠા થાય છે. આ વાર્ષિક દોડ માટે લોકો ખાસ આખલા પાળે છે અને આ દિવસે તેને નવડાવીને અને ફુલોથી સજાવીને પૂજા પણ કરે છે. 

આ પણ વાંચો : બોલો, આટલી નિરાંતે કોઈ સ્કૂટર ચલાવી શકે ખરું?

બીજી તરફ કુવૈતમાં ગઈ કાલે ઊંટ-રેસ યોજાઈ હતી. જેમ પશ્ચિમના દેશોમાં હોર્સ-રેસ પર કરોડોનો જુગાર રમાય છે એમ કુવૈત અને આરબ દેશોમાં કૅમલ-રેસ પર લાખો રૂપિયાની બોલી લાગી હોય છે.

spain offbeat news hatke news