માણસની જેમ જ ખુરશી પર બેસીને કૉફી પીતો વાંદરાનો વીડિયો વાઈરલ, જુઓ

07 July, 2020 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માણસની જેમ જ ખુરશી પર બેસીને કૉફી પીતો વાંદરાનો વીડિયો વાઈરલ, જુઓ

માણસની જેમ કૉફી પીતો વાંદરો

વાનરોની ઘણી આદતો માનવોમાં ઊતરી છે. જોકે માણસોની આદતો હવે વાનરોમાં જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે.

એમાં એક વાંદરો અદ્દલોઅદ્દલ માણસની જેમ જ ખુરશી પર બેસીને કૉફી પી રહ્યો છે. વાંદરો બહુ જ ક્યુટ લાગી રહ્યો છે. ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર સુશાંત નંદાએ આ વિડિયો શૅર કર્યો છે અને એની કૅપ્શનમાં લખ્યું છે કે આ વાનરની કૉફી પીવાની રીત પરથી કહી શકાય કે વાનરો ચોક્કસ આપણા પૂર્વજ હતા.

national news offbeat news hatke news wildlife