યુટ્યુબ પરથી કોડિંગ શીખી 17 વર્ષના છોકરાએ વાઇરસ ટ્રૅકિંગ વેબસાઇટ બનાવી

17 May, 2020 09:57 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

યુટ્યુબ પરથી કોડિંગ શીખી 17 વર્ષના છોકરાએ વાઇરસ ટ્રૅકિંગ વેબસાઇટ બનાવી

17 વર્ષના છોકરાએ વાઇરસ ટ્રૅકિંગ વેબસાઇટ બનાવી

વૉશિંગ્ટનમાં રહેતા અને ઑનલાઇન યુટ્યુબ વિડિયો જોઈને કોડ બનાવતાં શીખેલા ૧૭ વર્ષના હાઈ સ્કૂલ જુનિયર અવી શિફમૅને એક વ્યાપક કોરોના વાઇરસ ટ્રૅકિંગ વેબસાઇટ બનાવી છે જે એક દિવસમાં ૩ કરોડ મુલાકાતીઓ નોંધે છે. આ વેબસાઇટ તેણે જાન્યુઆરી મહિનામાં તૈયાર કરી હતી, જ્યારે કોરોના વાઇરસને દેશવ્યાપી મહામારી જાહેર કરાયો નહોતો.

આ વેબસાઇટ પર કોરોનાનો ચેપ, એનાથી થયેલાં મૃત્યુ અને વાઇરસમાંથી સારા થયેલા કેસની સંખ્યા સહિત વિશ્વભરના દેશોમાં કોરોના વાઇરસ કેસ પર સચોટ અપડેટ્સ મળે છે.

ડબ્લ્યુએચઓ અને સીડીસી સહિત વિવિધ સરકારી વેબસાઇટ્સ અને આરોગ્ય અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલી માહિતી દર ૧૦ મિનિટે આપમેળે અપડેટ થાય છે અને સરળ ડેશબોર્ડ પર રજૂ કરાય છે.

સિએટલની બહાર મેર્સર આઇલૅન્ડ હાઈ સ્કૂલના વિદ્યાર્થીને ચીનના વુહાનમાં પ્રથમ વખત કોરોના પ્રસર્યો એ વખતે એટલે કે ડિસેમ્બરમાં વાઇરસ વિશેની માહિતીને ટ્રૅક કરતી વખતે વેબસાઇટ બનાવવાનો વિચાર આવ્યો હતો.

આ વેબસાઇટ સૌથી વધુ જોવાતી કોરોના વાઇરસ ટ્રૅકિંગ સાઇટ્સમાંની એક બની છે.

international news offbeat news hatke news washington