તમારો ચહેરો વેચવો છે? જૅપનીઝ કંપની એની કિંમત ચૂકવવા તૈયાર છે

28 November, 2020 10:52 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

તમારો ચહેરો વેચવો છે? જૅપનીઝ કંપની એની કિંમત ચૂકવવા તૈયાર છે

તમારો ચહેરો વેચવો છે

ઓળખ અને આબરૂના પ્રતીકરૂપ ચહેરો કમાણીનું સાધન પણ બની શકે છે. જપાનની હાઇપર રિયલિસ્ટિક માસ્ક્સનું ઉત્પાદન કરતી કામેન્યા ઑમોટો કંપનીને નવી-નવી ડિઝાઇન્સરૂપે નવા-નવા ચહેરાની જરૂર પડે છે.

તેમને પસંદ પડે એ ચહેરો ખરીદે છે. એટલે કે જે વ્યક્તિના ચહેરાની ડિઝાઇન બનાવીને વેચવાનું યોગ્ય લાગે તે વ્યક્તિને રોયલ્ટી પેટે ચોક્કસ રકમ ચૂકવે છે. સ્થાનિક ચલણમાં  લગભગ ૨૮,૦૦૦ રૂપિયા જેટલી રકમ ચૂકવીને  એ ડિઝાઇનનો હાઇપર રિયલિસ્ટિક માસ્ક  લગભગ ૭૦,૦૦૦ રૂપિયા કરતાં વધારે રકમમાં વેચે છે. જો ચોક્કસ વ્યક્તિની ડિઝાઇનનો માસ્ક ખૂબ લોકપ્રિય થાય તો તેને નફામાં અમુક ટકા ભાગ પણ આપવામાં આવે છે.

japan offbeat news hatke news international news